________________
કાર્યવાહી અંગે સંધ મળ્યા નથી. સાધુ સંમેલન સાધુઓના મનમાં એકત્ર થયેલા અસંતોષને દૂર કરવા માટે છે. માત્ર રામવિજયજીએ જે કહ્યું છે તે એ છે કે આપણા તીર્થની રક્ષાને માટે જે કર્યું છે તે યોગ્ય છે કે કેમ ? શ્રી શાંતિવિજયજીએ જે કર્યું છે તે સામે આપણે વિરોધ નથી. તેમણે અત્યારે અનશન કર્યું પણ શાસ્ત્રમાં તે વિચ્છેદ છે. વળી તેમણે જણાવ્યું છે કે હું જે કરું છું તે મારા આત્માના ઉદ્ધારને માટે કરું છું. સાધુસંધ એ પચીસમા તીર્થકર સમાન છે. તે મળીને જે કરે તે વિચારપૂર્વકનું હોવું જોઈએ. માટે સહુ વિચાર કરે. વ્યક્તિ ઉપર ઢળી જઈ કાઈ ઠરાવ કરે એ કોઈ રીતે ઠીક નથી. કોઈ એવું નિયમન કરે જેથી તીર્થની રક્ષા થાય. બુલેટીન બહાર પાડે.
ન્યાયવિજયજી–અહીં કહેવાયેલી વસ્તુ બહાર જવી ન જોઈએ. કોગ્રેસ આદિની ગુપ્ત કાર્યવાહીની કોઈને ખબર મળતી નથી. એક વખત અમૃતલાલ શેઠ કેસમાં ગયા ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે તમે સૌરાષ્ટ્રના તંત્રી તરીકે ન આવી શકે, પણ એક કાર્યકર્તા તરીકે આવી શકે છે. આપણા તરફથી ર્ટેિ જાય છે ત્યારે જ છાપામાં આવે છે. માટે આપણામાંથી બે સાધુને રિપેર્ટ લખવાનું સોંપવું જોઈએ અને બેઠક પૂરી થતાં પહેલાં તેમાંથી ટૂંક સમાચાર લઈ નગરશેઠને બુલેટીન બહાર પાડવા આપી દેવું જોઈએ. પણ કોને સમાચાર તો પહોંચાડવા જ જોઈએ.
માણિયસિંહસૂરિજી—શાંતિવિજયજીના અનશનની બાબતમાં અપાઓ સંબંધી વાતની શી જરૂર હતી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org