________________
દિવસ ચા છાપાની નિંદા સાંભળી સાંભળીને તે હવે ઘરડા થવા આવ્યા છીએ એટલે એની મને દરકાર નથી. પરંતુ એક પક્ષ કેવી રીતે વાતાવરણ ફેલાવે છે એ જોવાનું છે. આવી રીતની શાસ્ત્ર વિરૂદ્ધની પ્રવૃત્તિઓ જોઈને તે મારા હૃદયમાં ખંજર ભેંકાય છે. પહેલાં હું દૂરથી સાંભળતો હતો પણ હવે હું નજરે જોઇ રહ્યો છું. છાપાઓમાં દેહગામને વિજય આદિ હેડગે આવે છે. પણ અહીં વિષય વિચારિણી સમિતિ ક્યાં નક્કી કરવામાં આવી છે? અહીં તે સાધુ મંડળી નક્કી કરવામાં આવી છે.
માણિક્યસિંહસૂરિજી-જોરથી) ભગવાનના આગમને તમે જ માને છે ? અમે નથી માનતા ? બે ભાઈઓ ! આપણે માનીએ છીએ કે નહિ ? (ચારે બાજુથી “માનીએ છીએ.” “માનીએ છીએ.'ના પિકાર થયા.) તમે વીરશાસન દ્વારા ઉત્તમ મુનિઓની નિંદા કરી છે, એ શું શાસ્ત્રસંમત છે?
પં. રામવિજયજી–અમે કયાં નિંદા કરાવીએ છીએ ?
હંસસાગરજી—પૂજ્યપાદ રામવિજયજીએ આ મંડપમાં આવ્યા પછી કોઈની નિંદા કરી નથી! આ તમારે હાથે શું થયું છે?
માણિક્યસિંહસૂરિજી–આ તમારા હાથે શું થયું છે ?
(છાણુ મુકામે થયેલી સાધુઓની મારામારીમાં હંસસાગરજીના હાથે ઈજા થઈ હતી ને તેથી હાથે પાટે બાંધીને જ તેઓ આવતા હતા. પરંતુ તે વખતે રામ પાર્ટીમાં ખૂબ કેલાહલ મચી ગયો.)
હંસસાગરજી મૂળ પ્રશ્નનો જવાબ ન આપતાં આગળ ચલાવ્યું):- (ઘાંટે પાડીને) શાંતિવિજયજીના ઠરાવને
४३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org