________________
દિવસ ચોથે ફાગણ વદ ૬, બુધવાર તા. ૭ માર્ચ, ૧૯૩૪
અમાસની અંધારભરી રાતમાં કોઈ માર્ગ ભૂલ્યો પ્રવાસી માર્ગની શોધમાં ભટકતો હોય, તેવું દશ્ય સાધુ સંમેલનની કાર્યવાહી જતાં જણાઈ રહ્યું હતું. વર્ષોથી વરસી રહેલી વૈમનસ્યની વર્ષોમાં સહુ એટલા તે તરબોળ થઈ ગયા હતા કે એક સામાન્ય બાબતમાં પણ તેઓ હજી એકમત થઈ શક્યા નહોતા. પ્રભુ મહાવીરના નિર્મોહી, નિર્મમત્વી, નિરભિમાની ને નિષ્કથાયી મુનિઓની આ દશા જોઈ દરેક હૃદયમાંથી ઊંડે ઊડે આર્તનાદ ઉઠી રહ્યો હ. વિજયનેમિસૂરિજીની અસ્વસ્થતા
આજરોજ શ્રી નેમિસુરિજીને તાવ આવેલ હોવા છતાં તેઓ સંમેલનમાં બરાબર એકના ટકે રે આવી પહોંચ્યા હતા, પરંતુ સિદ્ધિ~િદાનસૂરિ ગ્રુપની ગેરહાજરી અનેક જાતની શંકાઓ ઉત્પન્ન કરાવી રહી હતી. ઘડિયાળ ધીમે ધીમે આગળ ચાલ્યું. દશ મીનીટ, પંદર મીનીટ, અર્ધો કલાક ને ઉપર બીજી વીસ મીનીટ વ્યતીત થઈ. એ વખતે બહારથી “શાસનદેવ કી જે અને “સાચા દેવ કી જે ના પોકારે સંભળાયા. સહુને લાગ્યું કે તેઓ આવી રહ્યા છે અને એ કલ્પના સાચી ઠરી. તેઓએ આવીને પિતાનું સ્થાન લીધું.
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org