________________
કાર્યવાહી પાંજરાપોળના ઉપાશ્રયે મંત્રણ
આજે પ્રાતઃકાળમાં પાંજરાપોળને ઉપાશ્રયે શ્રી વિજય નેમિસૂરિજી, શ્રી સાગરાનંદસૂરિજી, શ્રી વિજયવલ્લભસૂરિજી, મુનિશ્રી વિદ્યાવિજયજી, શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ પ્રતાપસિંહ મેહેલાલ વગેરે જેનસમાજની આગળ પડતી વ્યક્તિઓ મળી હતી ને તેમણે કેશરિયાજી સંબંધી સઘળી વિગતેનો અભ્યાસ કર્યા પછી, તેને લગતા બે ઠરાવો આજના સાધુસંમેલનમાં પસાર થાય એવી ઈચ્છાથી ઘડી કાઢયા હતા.
પહેલે ઠરાવ ઉદેપુરના મહારાણુને પત્ર લખવા સંબંધીનો હતો. બીજે ઠરાવ શ્રી શાંતિવિજયજીના આત્મભોગને અભિનંદન આપવા સંબંધીને હતિ. સહુ કોઈ એમ માનતું હતું કે આ કરા સંબંધમાં ભાગ્યે જ કોઈનો વિરોધ થશે; એથી એ કરાવે સૌથી પ્રથમ ઉપસ્થિત થયા હતા. પહેલે ઠરાવ સર્વાનુમતીથી પાસ
એક મુનિએ પ્રથમનો ઠરાવ વાંચી સંભળાવ્યો અને તે કેટલીક ચર્ચા પછી સર્વાનુમતીથી પસાર થયો. એ ઠરાવ તરત જ નગરશેઠને સુપ્રત કરવાનું નક્કી થતાં એક સાધુ તેમને બોલાવવા ગયા; પણ નગરશેઠ કાંઈક કામે બહાર ગયેલા હોવાથી તેમના પુત્રને બેલાવી એ ઠરાવ આપવામાં આવ્યો. બીજે ઠરાવ ને તેનો વિરોધ
ત્યારબાદ મુનિ વિદ્યાવિજયજીએ જણાવ્યું કે
“મહારાણું ઉપરનો ઠરાવ મોકલવાનું નક્કી થયું તે ખુશ થવા જેવું છે. પરંતુ આપણા મુનિસમુદાય પૈકીના એક મુનિ, જે આત્મભોગ આપી રહ્યા છે, તેમને આપણું સમુદાયે અભિનંદન
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org