________________
દિવસ પહેલે શરૂઆત ખરેખર વિચિત્ર હતી. કોઈ એક અક્ષર પણ બેલી પ્રારંભ કરવા માગતું નહોતું. એક બીજા સામે આંખો ટગર ટગર કરતા મૌન જાળવી બેઠા હતા. આમ લગભગ વીસ મીનીટ ચાલ્યું. આખરે શ્રી વિજયવલ્લભસૂરિજીએ પહેલ કરી અને જણાવ્યું કે “હું આપ સહુનું મૌન તેડવાને ઊભો થયો છું. આપણે જે કાંઈ કામ કરવાને અહીં એકઠા થયા છીએ તેની શરૂઆત કરવી જોઈએ.”
આમ શ્રી વિજયવલ્લભસૂરિજીના મૌન તેડવાના મંગલાચરણ પછી મુનિરાજશ્રી વિદ્યાવિજયજીએ લગભગ ૨૦ મીનીટ સુધી ખૂબ ભાવવાહી ભાષણ કર્યું અને તેમાં કોઈ પણ ઉપાય શાન્તિ થાય અને કાંઈ સંગીન કામ કરી શકાય તે લક્ષમાં લઈ કામ કરવા સૂચના કરી. આ પછી તેમણે દહેગામ મંત્રણામાં પસાર થયેલા નીચેના આશયના બે ઠરાવો રજૂ કર્યા. (૧) શાન્તભૂતિ શ્રી હંસવિજયજી મહારાજના સ્વર્ગવાસ
અંગે શોક દર્શાવવા અંગેને. (૨) શ્રી કેશરિયાજી તીર્થ માટે શ્રી શાન્તવિજયજીએ
આદરેલા અનશન પ્રત્યે સહાનુભૂતિ બતાવવા અંગેને. આ બે ઠરાવ રજૂ કરતાં મુનિશ્રી વિદ્યાવિજયજીએ ગ્ય વિવેચન રજૂ કર્યું. આજ વખતે મુનિશ્રી પ્રીતિવિજયજીએ પિતાના તરફથી નીચેના આશયના બે વધુ ઠરાવ પેશ કર્યા. (૧) અહીં જે કાંઈ કામ કરીશું તે શાસનને વફાદાર
રહીને કરીશું, એવી પ્રતિજ્ઞા લેવા અંગેને. (૨) હવે પછી એવું બંધારણ કરવું કે પંચાંગી પ્રમાણે બાધ ન આવે એવા ઠરાવ કરવા અંગેને.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org