________________
કાર્યવાહી ચારે બાજુઓના પડદાઓ પાડી દેવામાં આવ્યા અને સ્વસેવકે ચારે તરફ ગોઠવાઈ સહુને ત્યાંથી દૂર રાખવા લાગ્યા. જનસમૂહ વિખરાવા લાગ્યો. થોડી વારમાં તે સભામંડપ લગભગ ખાલી થઈ ગયો. શ્રીફળની પ્રભાવના સાથે ચતુર્વિધ સંઘની આ સભા સંપૂર્ણ થઈ.
આ સભામાં લગભગ બે હજાર પુષ, બે હજાર સ્ત્રીઓ તથા ત્રણસે વીસ જેટલા સાધુઓ અને ચાર જેટલી સાધ્વીઓએ હાજરી આપી હતી. બેઠકનો પ્રારંભ
આજે મુનિસંમેલન અંગેની પહેલી બેઠક હતી. જો કે મુનિસમેલનની અંદરની બેઠકમાં શું થયું તેને સત્તાવાર સમાચાર પ્રગટ થયા નથી, પણ દરેકે દરેક ઉપાશ્રયમાં સાધુઓ પિતાના ભકતને અંદરની હકીક્ત સમજાવી રહ્યા હતા, તેનું બહુ જ ચોકસાઈથી નિરીક્ષણ કરતાં નીચેના કામકાજનો હેવાલ મળ્યો હતે.
મંત્રણ માટેના મંડપની વચ્ચે વચ્ચે એક બાજોઠ મુકવામાં આવ્યા હતા અને તેની આસપાસ કુંડાળામાં ચાર ટુકડીઓ પિતતાની ઈચ્છા પ્રમાણે ગોઠવાઈ ગઈ હતી. પહેલી ટુકડી શ્રી વિજયનેમિસૂરિની તથા શ્રી સાગરાનંદસૂરિની હતી. બીજી ટૂકડીમાં દહેગામ મંડળી હતી. ત્રીજીમાં શ્રી વિજયસિદ્ધિસૂરિ, તથા શ્રી વિજયદાનસૂરિજીની ટૂકડી હતી ને ચોથી ટૂકડી સાગરાનંદસૂરિથી વિખૂટા પડેલ શ્રી ચંદ્રસાગર અને તેમના ૧૮ સાથીદારોની હતી. સહુએ પોતાના નાયકને આગળ રાખ્યા હતા અને બીજા પાછળ બેઠા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org