________________
તથા ત્રણ ચોમાસાની પુનમ તે આરાધવી જ કહી છે. તથા પોષ સુદ-૧૪ ચઉદશ ઘટે છે. તે બારસ તેરસ ભેલાં થાસ્ય ને શુક્રવારી ચઉદશ થશે શાસ્ત્રને અનુસારે. યતઃ
એવું હીણ ચઉદશી તેરસેં જુત્તા ન દોષમાવહઈ, સરણ ગઓ વિ રાયા લોઆણ હોઈ જહ પુજ્જો. ૧
એ રીતે ચઉદશની તિથિ ક્ષય થઈ તેં, ચઉદશ તેરસને દિવસે ચઉદશ કરવી. સૂત્રને મતે કબૂલ કરવી. ઓર તીન ચોમાસાની પૂનમ જૈનને ટીપણે કદી ઘટે નહીં. તિણયું હોય તીથી ખડી રાખણી કરી.
ત્રિણમ્યું તેરસ જ જેલને ટીપણે ઘટે છે તે જાણજો. તથા અધિક માસ તે પ્રમાણ નહીં તે રીતે દોય પુનિમ હોય અથવા દોય અમાવાસ્યા હોય તો દૂસરી તિથિ પ્રમાણ કરણી. પહેલી પ્રમાણ કરણી નહીં. એક ઘટિકા પ્રમાણે હોય તો પણ દૂસરી જ કબૂલ કરવી. યતઃ.
સંપુણમિયં કાઉં વૃદ્ધિએ ધિપૂઈ ન પુ_તિહિ, જે જા જંમિ ઉ દિવસે સમપ્પઈ સા પમાણ તિ. ૧ સૂર્યના ઉદયમાં જે તિથિ હોય તે ઉગતી તિથિ કહીએ તે પ્રમાણ કરવી જ. ઇતિ તત્વતરંગિણી સૂત્ર મળે.
પહેલી ચઉદશ ૬૦ ઘડી હોય અને બીજી ચઉદશ એક ઘડી હોય તો પણ બીજી જ ચઉદશ પ્રમાણ કરવી. પણ પહેલી પ્રમાણ નહીં. એવી રીતે સિદ્ધાંત મધ્યે ઘણી જ ચર્ચા છે. સો કાગદ મધ્યે કિતરી લિખાયા. તિણયું કરી થોડો પાઠ લખ્યો છે. સો બાંચીને ઉપયોગમાં લાવણી જ તિથિ બુદ્ધિયું વિચારી લેજો. ફરી સંશય પડે તો હરકોઈ વાતનો સૌ લખજ્યો જ. શ્રી જૈન સાહિત્ય મંદિર, હસ્તલિખિત પ્રતઃ નં. ૧૨૭૧ ‘પ્રશ્નોત્તરી’ પાના-૧૭, ૫. રૂપવિજયજી : ઇતિ પ્રશ્નોત્તરી.
પરિશિષ્ટ-૭ પરિશિષ્ટ : ૭ માં છે. શ્રી હર્ષભૂષાગરા રચિત “પર્યુષણા વિચાર' પ્રતઅક્ષરશ: હસ્તલિખિત પ્રત પરથી અને સર્વ પ્રથમ જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેથી લોકિક ટીપ્પણીના આધારે વર્તમાનમાં વર્ષોથી યતિથિઓની આરાઘના થઈ રહી છે અને તે જ સુવિદિત પરંપરામાન્ય છે. તે સમજી શકાય છે.
પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમજ --------૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org