________________
વિ. સં. ૧૯૯રમાં ઉપર મુજબ આરાધના થઈ તેમાં પૂ. નેમિસૂરિજી મ. આદિ સમુદાયો જેમનાં નામો ઉપર આપેલા છે, તેમણે વિ. સં. ૧૯૮૯ સુધી જે ઉદયાત્ ચોથની આરાધના કરી હતી તે માન્યતા છોડી દઈને સામા પક્ષમાં જે અનુદયાત્ ચોથને ચોથ માનીને આરાધના કરતા તેમની સાથે ભળી ગયા.
આપણી મૂળ વાત શરૂમાં લખી ગયા છીએ કે ‘વિ. સં. ૧૯૯૨માં પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરિજી મ. એ નવી પરંપરા સંઘની અનુમતિ વિના ચાલુ કરી તેથી ઝઘડો થયો છે, તેવી જે વાત વહેતી મૂકાયેલ છે તે વાત સત્યથી તદ્ન વેગળી છે. | વિ. સં. ૧૯૯રમાં તેમણે (તેઓશ્રીના પૂજ્યો આદિએ) ઉદયાત્ ચોથની આરાધના ચાલી આવતી હતી તે જ પ્રમાણે કર્યું છે, એટલે તેમણે સકલ સંઘની અનુમતિ વિના નવી પરંપરા ચાલુ કરી તે વાત માત્ર બકવાદરૂપે-અસત્ય પ્રચારરૂપે જણાઈ આવે છે.
હા, તે વાત પૂ. નેમિસૂરિજી મ. પૂ. નીતિસૂરિજી મ. પૂ. વલ્લભસૂરિજી મ. પૂ. મોહનસૂરિજી મ. પૂ. સુરેન્દ્રસૂરિજી મ. પૂ. કેશરસૂરિજી મ. આદિ આચાર્યોએ ચાલી આવતી ઉદયાત્ સંવત્સરીની માન્યતાને ફેંકી દઈને સકલ સંઘની અનુમતિ વિના અનુદયાત્ ચોથને સંવત્સરી માનીને વિ. સં. ૧૯૯૨માં આરાધના કરી છે. એટલે પૂ. સાગરજી મ.ના પક્ષમાં ભળ્યા હતા. આમ તેમણે ચાલી આવતી ઉદયાત્ સંવત્સરીની માન્યતાને ફેંકી દઈને ભૂલ કરી કહેવાય. છતાં એ ભૂલ પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિજી મ. ઉપર મૂકવામાં આવે છે તે આશ્ચર્ય છે.
વળી વિ. સં. ૨૦૦૪માં ભાદરવા સુદ-૫નો ક્ષય હતો. તે વખતે પૂ. સાગરજી મ. સિવાય પ્રાય: બધાએ ભાદરવા સુદ-૪ને જે ઉદયાતુ હતી તે દિવસે સંવત્સરી કરી હતી, જ્યારે સં. ૨૦૧૩માં પણ તે જ રીતે ભાદરવા સુદ-પનો ક્ષય હતો અને પૂ. પાદ નેમિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પૂ. પાદ આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજે ભાદરવા સુદ-૪ ઉદયાત્ હતી તે દિને (ગુરુવારે) સંવત્સરી જાહેર કરી પણ હતી. છતાં પાછળથી ગોડીજીના ટ્રસ્ટીઓ આદિની વિનંતીથી બુધવારે જાહેર કરી, પણ પોતાની માન્યતા અને પોતાના ગુરુદેવની માન્યતા તો ગુરુવારે છે તેમ લખ્યું હતું.
આમ જો મધ્યસ્થ બુદ્ધિથી વિચારણા થાય તો આ કોઈ તેવી જટીલ બાબત નથી કે ન સમજાય. જુઓ સં. ૨૦૦૪ અને ૨૦૧૩ની સંવત્સરીની આરાધનાના કોષ્ટકો. - પર્વતિથિ ક્ષયવૃદ્ધિ અંગે સરળ અને શાસ્ત્રીય સમાજ ~ - - ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org