________________
(૩) ૧૮માં પાઠમાં ક્રિયાતિપત્યર્થના ઉદાહરણ રૂપે જે દષ્ટાંત.
ટિપણીમાં આપ્યાં હતાં તેને અર્થ સુગમ પડે તેથી ભાષાનુવાદ સાથે આપવામાં આવ્યાં છે. પ્રાકૃત શબ્દકોષમાં દેશ્યશબ્દો, સામાસિક શબ્દો તેમજ પાઠમાળામાં આવેલ કેટલાક શબ્દ પણ લેવામાં ન આવ્યા હતાં તે કેષમાં ઉમેરવામાં આવ્યાં છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણની સાથે આ પાઠમાળાનો તુલનાત્મક અભ્યાસ કેઈક વિદ્વાનને કરવો હોય તે દૃષ્ટિએ વિર્ય પૂજય મુનિરાજ શ્રી જ બૂવિજયજી મ. ની સૂચનાનુસાર પરિશિષ્ટ ૧–૨ અને ૫ માં યથાક્રમ-પાઠમાં આવેલ નિયમાનુસાર, પાડની સાથો સાથ ટીપણુમાં આવેલ નિયમાનુસાર અને પ્રાકૃતમાં વપરાતા ધાતુઓની સંસ્કૃત ધાતુ સાથે-સૂત્રાંકસૂચિ ઉમેરવામાં આવી છે.
મુફ સંશોધનાદિ કાર્યમાં મુનિશ્રી શ્રમણચંદ્ર વિ.મ., મુનિશ્રી શ્રીચંદ્ર વિ.મ., મુનિશ્રી વિશ્વચંદ્ર વિ.મ., મુનિશ્રી કુલચંદ્ર વિ.મ., મુનિશ્રી પ્રશમચંદ્ર વિ.મ. આદિ સહાયક થયા છે.
અભ્યાસી જીવે આ પાઠમાળાને વિશેષ ઉગ કરી પ્રાકૃતભાષાના જાણકાર બની આત્મ કલ્યાણ સાધે. એજ શુભ ભાવના..
આ. શ્રી વિજ્યચંદ્રોદયસૂરિ ગુરુબંધુ આ. શ્રી વિજયઅશોકચંદ્રસૂરિ ચરણરેણુ
સેમચંદ્ર વિજયગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org