________________
શ્રી આદિનાથાય નમઃ પરમો પાસ્ય શ્રીનેમિ-વિજ્ઞાન-કસ્તુરસુરિભ્યો નમઃ
ચતુર્થ આવૃત્તિની વિશિષ્ટતા
જૈન સાહિત્યની દષ્ટિએ પ્રાકૃતભાષાની ઉપયોગિતા તેમજ વિશિષ્ટતા અંગે સઘળી હકીકતો પાઠમાળાના પ્રણેતા ધર્મરાજા પૂ. શ્રીમાન (દાદા)ગુરુદેશ્રીએ પ્રાસંગિક લખાણમાં જણાવેલ છે. પરંતુ જ્યારે આ નવી આવૃત્તિ છપાવવાની આવશ્યકતા ઉભી થઈ
ત્યારે વિદ્વદર્ય પૂજ્ય મુનિરાજશ્રી જ મૂવિજયજી મહારાજ સાહેબ, વિદ્વદર્ય પૂજ્ય પંન્યાસજી શ્રી શીલચંદ્ર વિજયજી ગણી મ. તથા જેઓ સતત આ પાઠમાળાને અભ્યાસ પૂ. સાધુ–સાવી મ. ને કરાવી રહ્યાં છે, તેવા પાલીતાણા–અમદાવાદ ખંભાત-પાટણ પાલનપુરના ધાર્મિક શિક્ષક શ્રી કપૂરચંદ ભાઈ વારૈયા, શ્રી બાબુભાઈ સવચંદ, પં. શ્રી છબીલદાસભાઈ, પં. શ્રી શીવલાલભાઇ, શ્રી કાંતિભાઈ ભૂધરભાઈ આદિના મંતવ્ય પૂછાવવામાં આવતાં તેઓએ જે સલાહ સૂચના આપી તદનુસાર આ આવૃત્તિમાં નીચે મુજબ વિશેષતા
પીકારવામાં આવી છે. (૧) સૌ પ્રથમ ભાષાકીય દષ્ટિએ આ પાઠમાળાને અભ્યાસ વિશે
ષતઃ પૂ. સાધુ-સાધ્વીજી મ. કરતાં હોવાથી પ્રાકૃત લખાણું સિવાય બધું જ લખાણ ગુજરાતી ભાષામાં લેવામાં આવ્યું છે. જેથી અભ્યાસુ વર્ગને અધ્યયનમાં સરળ પડે.
આ જ પાઠમાળાની બીજી આવૃત્તિની એક નકલ પૂજ્ય ધર્મરાજ ગુરૂદેવશ્રીના સ્વહસ્તે સુધારા-વધારા કરેલી મળી આવી તેના આધારે વિશિષ્ટ ફેરફાર કરવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org