________________
૩૫
પ્રસ્તુત ગ્રંથની આવશ્યક્તા
સમય પરિવર્તનશીલ હેવાથી, વચલા અમુક ગાળામાં, પ્રાકૃતભાષાનાં સાધનોની છિન્નભિન્ન દશાને અંગે, અર્થાત તથા પ્રકારની સાધન-સામગ્રીના અભાવને લઈને પ્રાકૃત (ભાષા)નું પઠન પાઠન બહુ મંદ પડી ગયું હતું અને સંસ્કૃત (ભાષા) માટેની સાધન સામગ્રીઓના સર્ભાવે સંસ્કૃતના પઠનપાઠને વિશ્વ પર સારું સામ્રાજ્ય જમાવ્યું હતું.
પરંતુ હમણાં હમણું સાધુવર્ગમાં તે શું કિંતુ હાઈસ્કૂલમાં અને કોલેજોમાં સેકંડ લેંગ્વજ (બીજી ભાષા) તરીકે પ્રાકૃતનું પઠનપાઠન સારા પ્રમાણમાં ચાલુ થયું છે. જેથી ગૃહસ્થવર્ગમાં પણ પ્રાકૃતનો સારે પ્રચાર થઈ રહ્યો છે. એ કાંઈ ઓછા આનંદની વાત નથી. હવે આ પ્રચારને અધિકાધિક વધારવાની ખાતર, તેમજ વિદ્યાર્થીવર્ગને સરળતાથી બોધ થઈ શકે તેવા માગુંપદેશિકારૂપ અભિનવ પદ્ધતિના એકાદ પુસ્તકની આવશ્યક્તા તે હતી જ, તેમાં પરમપૂજ્ય પૂજ્યપાદ પરમપકારી સમયજ્ઞ શ્રીમદ્દ ગુરુરાજ (વિજયવિજ્ઞાનસરીશ્વરજી મહારાજશ્રીની પ્રેરણું થવાથી મેં તે કાર્ય હાથ ધર્યું અને તેઓશ્રીની અસીમ કૃપા--પ્રસાદરૂ૫ આ “પ્રાકૃત વિજ્ઞાન-પાઠમાલા” તૈયાર થઈ, તે માટે તેઓશ્રીને સદા સણું છું. હવે આ ““પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા” દ્વારા ભવ્ય આત્માઓ, પ્રાકૃત વિજ્ઞાનના અધિકાધિક પ્રેમાળ બની, પ્રાકૃત ભાષાને સરળતાથી બંધ પામી, તેને બહેનો પ્રચાર કરે અને મારે આ પ્રયાસ સફળ થાય એટલું ઇચછી આ પ્રાસંગિક વક્તવ્ય સમાપ્ત કરું છું. આ પ્રાસંગિકમાં ૫૦ લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીની “પ્રાકૃતભાષાની ઉપયોગિતા નામની પુસ્તિકાને પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈત્યલે પ્રસંગેન છે શુભ ભવતુ
પ્રણેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org