________________
૨૪ર
સંસારનાં દુઃખો જોઈને તે સંસારથી નિર્વેદ પામે છે. તે બાળાએ હાથરૂપી કમળ વડે રાજાના કપાળે તિલક કર્યું. કરેલું છે નિયાણું જેણે એવા તેઓને બોધિની પ્રાપ્તિ કયાંથી હોય? તીર્થકર ગંભીર વાણી વડે સમવસરણમાં દેવ-દાનવ અને મનુષ્પોની સભામાં દેશના આપે છે અને તે સાંભળી ભવ્ય જી હન-જ્ઞાન અને ચારિત્ર ગ્રહણ કરે છે અને આહાર રહિત એવું મેક્ષપદ મેળવે છે. પુછે છે હાથમાં જેઓના તેવી નગરની કન્યાઓએ માણસામાં ઉત્તમ એવા રાજા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ત્રણે ભુવનમાં સર્વ જીવો કરતાં તીર્થકર અનન્ત રૂપવાળા હોય છે. જેઓની પાસે સંયમ રૂપી ધન છે તેવા સાધુઓને પરલકને ભય નથી. સિદ્ધ ભગવંતોને આહાર-દેહ-આયુષ અને કર્મ નથી તેથી જ તે અનન્ત સુખવાળા છે. જે વિધિ પ્રમાણે મંત્રોનું આરાધન કરે છે, તે જરૂર ફળ પામે છે. જે શક્તિ ઉલંઘન કર્યા વિના અહિંસા-સંયમ–અને તપરૂપ ધર્મમાં ઉદ્યમ કરે છે, તે સંસારરૂપી સમુદ્રથી તરી જાય છે. અજ્ઞાન રૂપી અધિકાર અંધ થયેલાઓને જ્ઞાન તે જ ઉત્તમ અંજન છે. જે કુમારપાલ પહેલાં સિદ્ધરાજની બીકથી ભમતો હતો, તે પાછળથી હેમચંદ્રસૂરિજીની મદદથી ભયમાંથી મુક્ત થઈને રાજય પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org