________________
૨૨
ઉપર્યુક્ત અર્થને તેઓ સહમત રહે છે. યદ્યપિ કઈ કઈ સ્થળે પ્રકૃતિને અર્થ સંસ્કૃત કરેલ છે, છતાં પણ ઉપર્યુક્ત અર્થને તે બાધક નથી, કારણકે તે તે સ્થળમાં સંસ્કૃત પરથી પ્રાકૃત શિખવવાનું હોવાથી, તેવો અર્થ લેવાને છે. અર્થાત-સંસ્કૃતમાં અમુક અમુક પ્રકારનો ફેરફાર કરવાથી, એટલે કે સંસ્કાર ખેંચી લેવાથી પ્રાકૃત પ્રકાશ જોઈ શકાય છે.
પ્રાકૃતની વ્યુત્પત્તિઓ- કવિ રદટકૃત (વર્ષ) કાવ્યાલંકાર ઉપર શ્રીનમિસાધુવિરચિત ટિપન (પૃષ્ઠ-૧૧૨) માં પ્રાકૃત બે પ્રકારે વ્યુત્પતિ કરેલ છે. જુઓ, આ રહ્યાં તે વચને–
"सकलजगज्जन्तूनां व्याकरणादिभिरनाह-( हि)त-संस्कारः सहजो वचनव्यापारः प्रकृतिः, तत्र भवं सैव वा प्राकृतम् ।” વ્યાકરણ વગેરેથી સંસ્કારને નહિ પામેલો, જગતના સકલ જતુઓનો જે સ્વાભાવિક વચનવ્યાપાર તે પ્રકૃતિ કહેવાય, અને આવા પ્રકારની પ્રકૃતિમાં હોય, તે પ્રાકૃત કહેવાય, અથવા તે તે પોતે જ પ્રાકૃત કહેવાય. આ પ્રાકૃતની એક પ્રકારની વ્યુત્પતિ થઈ. બીજી આ પ્રમાણે –“કારિતા સિદ્ધ રેવાળ અદ્ધમાë વાળા
ત્યાવિશ્વના પ્ર-પૂર્વ છાત પ્રતિમ્” આર્ષવચનમાં સિદ્ધ દેવોની અર્ધમાગધી ભાષા હોય છે, વગેરે વચનને આધારે બા+9ત' પ્રાફ-પૂર્વે કરેલું હોય તે પ્રાકૃત કહેવાય છે.
પ્રાકૃતની, અન્ય એવી પણ વ્યુત્પત્તિઓ મળે છે કે
"प्रकृत्या स्वभावेन सिद्धं प्राकृतम् अथवा प्रकृतीनां વધારાનાનાનિ બાતમ્ " અર્થ -પ્રકૃતિથી-સ્વભાવથી સિદ્ધ જે હોય તે પ્રાકૃત કહેવાય છે અથવા પ્રકૃતિ એટલે સાધારણ જનસંબંધી જે આ (ભાષા) પ્રાકૃત કહેવાય છે.
પ્રાકૃત સાહિત્યની બહુલતા. પ્રાકૃતમાં જિનાગમ-જૈનોનાં પરમ પવિત્ર આગમોની (જેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org