________________
11811
× dE IF T
ष्ठा
ગમન
शलाका
# 4 4
વિદ્યાઓ તેમજ શાસનદેવી, યક્ષ, શક્ર અને મંગળની સ્થાપના કરવી. II૨૩॥
ત્યાર બાદ કળશ સ્થાપીને “શાંતિ ઘોષણા” કરતાં સ્વસ્તિક આલેખવો. સાક્ષાત્ મંત્રોચ્ચાર પૂર્વક પુષ્પાંજલિ કરવી. તથા જિનેશ્વર પ્રભુ તેમજ સર્વદેવોને તૈયાર કરવા, ૧૦૮ મુદ્રાની કિંમતના કંકોલ, પુષ્પ; કપૂર, અગર અને ચંદનથી શ્રીજિનેશ્વર પ્રભુના બિંબને સ્નાન કરાવવું. ગીત વાજિંત્ર કરવા. જિનેશ્વર પરમાત્માના અતિશયો યાદ કરવા પૂર્વક તીર્થજળથી સ્નાન કરવું. પ્રદક્ષિણા-પૂજા અને દેવવંદન કરી બિંબને વાસક્ષેપ કરવો અને શલાકા (સળી)થી અંજન કરવું. ભક્તિપૂર્વક ધ્વજ-ચામર-છત્ર વગેરે ધરવાં. સર્વ અંગે સ્પર્શ કરી ઉત્તમ નૈવેદ્ય ધરવાં. આ રીતે શ્રી અરિહંત ભગવંતની પૂજા કરી સિદ્ધ મહર્ષિઓ અને શ્રાવકોને શાંતિ-તુષ્ટિ પૂર્વક આશિષ આપવી. ॥ ૨૪-૩૦ ॥ * આમંત્રેલા સર્વને વિસર્જન કરી બિંબપ્રતિષ્ઠા કરી ગુરુ શાંતિપાઠ બોલે. II૩૧ ॥ इति प्रतिष्ठाविधिपद्यभाषानुवादः ॥
તેમાં પહેલા વૈધૃતિ, વ્યતિપાત વિ. છોડી દેવા પૂર્વક ઉત્તમમુહૂર્ત જોવું.
જે વિધિમાં જે નક્ષત્ર કહેલા હોય તે લેવા. ક્ષય તથા વૃદ્ધિતિથિનો તેમ જ વૈધૃતિ-વ્યતિપાત-મૃત્યુયોગનો ત્યાગ કરવો. ભદ્રા સ્વર્ગ કે પાતાલમાં હોય તો તે લઈ શકાય. દીવસની રાત્રે, રાત્રિની દિવસે હોય તો બાધ નથી. રવિયોગ શ્રેષ્ઠ પછી અમૃતસિદ્ધિયોગ ત્યાર બાદ કુમારયોગ રાજયોગ લેવા. વધુ ટકા વધારે મલે તે ધ્યાનમાં રાખવું. ચંદ્રબળ જોવું. વદ-૮ પછી તારાબળ શાંતિસ્નાત્ર વગેરેમાં કુંભચક્ર જોવાનું. પ્રભુજીના પ્રવેશમાં ગુરુ-શુક્રનો ઉદય જોવો. પ્રવેશમાં શુક્ર-વત્સ-રાહુ-કાળ-કુંભચક્ર-યોગિની વગેરે મેળવીને પ્રવેશ કરાવવો અભ્યુદયકારક બને. શુક્ર સૂંઠનો તથા ડાબો લેવાય. રેવતી તથા અશ્વિની નક્ષત્રમાં શુક્ર અંધ ગણાય તે રીતે પ્રવેશ કરાવાય છે.
For Private & Personal Use Only
Jain Education International
dots de_ters # #_g>
www.jainulltrary.org