________________
।।४३१ ।।
प्र
ति
o IF દ
ल्प
अञ्जन
शलाका
प्रति
a s
विधि
Jain Education International
જ્યોતિષ વ્યંતર ઈંદ્રની ચઉ ચઉ, પર્ષદા ત્રણનો એકો, કટકપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિવેકો; પરચુરણ સુરનો એક છેલ્લો, એ અઢીસેં અભિષેકો, ઈશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો. તવ તસ ખોળે ઠવી અરિહાને, સોહમપતિ મનરંગે, વૃષભ રૂપ કરી શૃંગ જલે ભરી, જીવણ કરે પ્રભુ અંગે; પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રોલ, મંગલ દીવો આરિત કરતાં, સુવર જય જય બોલે. ભેરી ભૂંગલ તાલ બજાવત, વળીયા જિન કરધારી, જનની ઘર માતાને સોંપી, એણી પેરે વચન ઉચ્ચારી; પુત્ર તુમારો સ્વામી હમારો, અમ સેવક આધાર, પંચ ધાવી ગંભાદિક સ્થાપી, પ્રભુ ખેલાવણહાર. બત્રીસ કોડી કનક મણિ માણેક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે; કરીય અન્નઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે. તપગચ્છ ઈસર સિંહસૂરીશ્વર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂર વિજય ગંભીરા; ખીમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય શિષ્ય, જિન-જન્મ મહોત્સવ ગાયા
ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચારે વીશ, અતીત અનાગત કાલે અનંતા, તીર્થંકર જગદીશ, સાધારણ એ કલશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળ લીલા સુખ ભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ.
For Private & Personal Use Only
(૪)
(૫)
(૬)
(૭)
(e)
(૯)
મૈં ર 5 દ
||૪૦૦
www.jainelibrary.org