SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા છે, તે બધું ક્રમબદ્ધ રીતે લીધું છે. દીક્ષાકલ્યાણકનુ ચૈત્યવંદન હસ્તપ્રતમાનું છે. વિભાગ (૧૧):- અધિવાસના, અંજનાદિઃ- આ સર્વોચ્ચવિધાન અક્ષરોઅક્ષર મૂળ પ્રત મુજબ છે. તે મધ્યરાત્રિએ કરવાનું હોય છે. તેથી કંઈ પણ વિધિ શરતચૂકથી રહી જાય નહિ. અને એકદમ સરળતાથી વિધિ ક્રમસર વ્યવસ્થિત થઈ શકે, તે પ્રમાણે અનુભવી શિષ્ટપુરુષોના અનુભવાનુસાર ગોઠવવા પ્રયત્ન કર્યો છે. બાકુલા આપવાની વિધિ, અંગરક્ષાદિ, તેમજ ત્તિ પરિકરના વાસક્ષેપની વિધિ પ્રચલિત પ્રત મુજબ લીધી છે. અંજનની શલાકા મંત્રવાનો મંત્ર હસ્તપ્રતાનુસાર, દેવ-દેવીઅંજનવિધિ પૂજ્ય વડીલોના આમ્નાય મુજબ, ગુરુમૂર્તિ ઉપરના વાસક્ષેપનો મંત્ર શાં૦ સ્ના૦ ભાગ-૨ માંથી લીધેલ છે. રાત્રિનો સમય તેથી શ્લોકો-મંત્રો-અક્ષરો બધું જ મોટા પોઈન્ટમાં લીધું છે. TI|| × CFoF T अञ्जन शलाका प्रति The E વિભાગ (૧૨):- કેવળજ્ઞાન, નિર્વાણકલ્યાણકઃ- આ સંપૂર્ણ વિધિ યથાવત રાખેલ છે. અતિશયની થોય, દેશનાનું અસ્તવન લીધું છે. તેમજ બાકુળાપ્રદાનની પ્રચલિતવિધિ લીધી છે. વિભાગ (૧૩):- ગુરુમૂર્તિઅભિષેકાદિઃ- ગુરુમૂર્તિ હોય તો તેના પાંચ અભિષેકની વિધિ, પ્રભુજીનો પ્રવેશ, પ્રતિષ્ઠા, ચૈત્યપ્રતિષ્ઠા તથા વિસર્જનાદિક વિધિ જે પ્રચલિત છે તે મુજબ શાં૦ સ્ના૦ ભા-૨ માંથી વિધિની સ્પષ્ટતા સાથે લીધી છે. વિભાગ (૧૪):- ૨૫ કુસુમાંજલિઃ- આ આખું વિધાન આચારદિનકર, અર્ધપૂજનમાંથી લીધું છે. શ્લોકોની શુદ્ધિ માટે ૫. પૂ. આચાર્ય શ્રી વિજયધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજે લખેલી વૃત્તિવાળી ચોપડીનો આશ્રય લીધો છે. વિભાગ (૧૫):- દેવીપૂજનઃ- આચારદિનકર, શાં૦ સ્ના૦ ભાગ-૨ માંથી લીધું છે. તેમાં મંત્રો અને આહ્વાન- પૂજનનો સર્વસામાન્ય મંત્ર સિવાય વિશેષ સ્પષ્ટતા નથી. નવી વ્યક્તિને ખૂબ મુશ્કેલી પડે. આહ્વાન-પૂજન-હોમમંત્રાદિમાં લિંગ For Private & Personal Use Only Jain Education Interional 's_r_F_” જ ર ા ૨ તા યાદ્ર્ષ્ટા www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy