SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ |||| × E | F T अञ्जन शलाका sar અનુભવો થતા આ વિધાન કરાવવા કોઈ હિંમત કરતું નહિ. શાસનસમ્રાટ્, તપાગચ્છાધિપતિ, પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબે જે બધી પ્રાચીન પ્રણાલિકાઓનો પ્રારંભ કર્યો, તેમ આ વિધાન શરૂ કરવા હિંમત કરી. વિ. સં. ૧૯૮૩માં ચાણસ્મામાં, વિ. સં. ૧૯૮૪માં ખંભાતમાં અંજનશલાકાવિધાન કરાવ્યું. સ્વયં પ્રબળ સત્ત્વશાળી અને નૈષ્ઠિકબ્રહ્મચારી મહાપુરુષ હતા, સાથે પ. પૂ. આ. શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. આ. શ્રી વિજય નંદનસૂરીશ્વરજી મ. જેવા સમર્થજ્ઞાતા, અનુભવસંપન્ન શિષ્યો હતા, વિધિકારક ભદ્રિક, પવિત્ર અને સાત્ત્વિક શ્રાવકો હતા. આવી પૂર્ણતા હોય ત્યાં વિધિ પણ દિવ્ય, વિશુદ્ધ, મંગલકારી બની રહે, ત્યાં નિષ્ફળતા કે વિઘ્નો સંભવે પણ ક્યાંથી ? બસ ત્યારથી જ બધાના મનમાંથી ભય નીકળી ગયો, અંજનશલાકાના વિધાન પાછા શરૂ થઈ ચૂક્યા. પ્રતિષ્ઠાકલ્પના પ્રકાશનોઃ- આ પ્રતિષ્ઠાકલ્પ શ્રી ભીમસી માણેકજીએ સૌ પ્રથમ, પછી વિ. સં. ૨૦૧૨ માં શ્રીયુત સોમચંદભાઈ હરગોવિંદદાસ છાણીવાળા તથા પંડિતવર્ય શ્રીયુત છબીલદાસ કેસરીચંદ સંઘવીએ સંયુક્તપ્રયાસથી, ત્યાર બાદ વિ. સં. ૨૦૨૭માં શ્રી સોમચંદભાઈએ પ્રકાશિત કર્યો. ત્યાર બાદ વિ. સં. ૨૦૪૨માં ગીતાર્થ શિરોમણિ પ. પૂ. આ. શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજે, વાત્સલ્યવારિધિ ૫. પૂ. આ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ તથા ધર્મરાજા પૂજ્ય દાદાગુરુદેવશ્રી (પ. પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ)ને પોતાની નજર હેઠળ તૈયાર થયેલ હસ્તલિખિત પ્રત આપી હતી, તેમાં ધર્મરાજા પૂજ્ય દાદાગુરુદેવશ્રીએ જે ટિપ્પણીઓ કરી હતી, તેમજ પૂજ્યશ્રીની ક્યાંક જે કેટલીક નોંધો મળી તેમજ ડેમ, કેશરિયાજી નગર, ભાવનગર સાબરમતી વગેરે સ્થાને પ. પૂ. આ. શ્રી વિજય નંદનસૂરીશ્વરજી || મહારાજ, પૂજ્ય દાદાગુરુજી, પ. પૂ. આ. શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ આદિના સાન્નિધ્ય, પૂજ્ય મોટા 11811 For Private & Personal Use Only Jain Education Internal ? “ છ ? “ ઋ 1 છે â. | | www.jainlibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy