________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ રૂ૮૬
અને વાંસ ઉપર નાચતી નટડીના ચોળણા જેવી હોય. (અને કસોથી બંધાય છે.) [૮૨૭ અંતર્નિવસની અડધી જંઘા સુધી કેડમાં મજબૂત બાંધવાની હોય છે. (ચાલતાં ઉપરનાં વસ્ત્રો પવનાદિથી ખસી જાય તો પણ લોકહાંસી ન થાય એ માટે અંતર્નિવસની છે.) બાહ્યનિવસની ઘુંટી સુધી લાંબી કેડમાં કંદોરાથી બાંધવાની હોય છે. (આ છ ઉપકરણો કેડથી નીચેના ભાગમાં પહેરવાના છે.) [૮૨૮] કંચુક (અઢી હાથ લાંબો અને એક હાથ પહોળો) સીવ્યા વિનાનો સ્તનભાગને ઢાંકવા ઢીલો બાંધવાનો હોય છે. (મજબૂત બાંધવાથી સ્તનભાગ દેખાય માટે ઢીલો બાંધવો.) ઉત્કલિકા પણ કંયુકની જેમ સમજવી. પણ તે જમણું પડખું (હૃદય અને પેટ) ઢંકાય તે રીતે બંધાય છે. [૨૯] વૈકલિકા પાટાના આકારે હોય છે. તે કંચુક અને ઉપકક્ષિકા ઢંકાય તે રીતે બંધાય છે. સંઘાટી ઉપર ઓઢવા) સંખ્યાથી ચાર હોય, તેમાં એક બે હાથ પ્રમાણ, બે ત્રણ હાથ પ્રમાણ અને એક ચાર હાથ પ્રમાણ રાખવી. તેમાં બે હાથ પ્રમાણ સંધાટી ઉપાશ્રયમાં ઓઢવી, અર્થાત્ ક્યારે પણ સંઘાટી ઓઢચા વિનાના શરીરે ન રહેવું. [૮૩૦] ત્રણ હાથ લાંબી બે સંઘાટીમાંથી એક ભિક્ષા માટે જતાં અને એક અંડિલભૂમિએ જતાં ઓઢવી. ભિક્ષાનો અને અંડિલભૂમિનો વેષ સમાન ન દેખાય વગેરે કારણથી બંનેમાં અલગ અલગ સંઘાટી ઓઢવાની કહી છે. વ્યાખ્યાન, શાંતિસ્નાત્ર વગેરે પ્રસંગે ચાર હાથ પ્રમાણ સંઘાટિ ઓઢવી. સાધ્વીને સમવસરણમાં ઊભા ઊભા સાંભળવાનું હોવાથી અને વાચના પણ ઊભા ઊભા લેવાની હોવાથી સંપૂર્ણ શરીર ઢંકાઈ જાય એ માટે ચાર હાથની સંઘાટિ ઓઢવાની છે. સંઘાટી ઘટ્ટ હોવી જોઈએ. [૮૩૧] સ્કંધકરણી ચાર હાથ લાંબી-પહોળી હોય. તે પવનથી ઉડતી સંવાટી વગેરેની રક્ષા માટે ખભા ઉપર નાખવા માટે છે. તથા રૂપવતી સાધ્વીને (ખભા નીચે પીઠના ભાગમાં નાખીને) ખુંધી વગેરે વિરૂપ કરવા માટે પણ ઉપયોગ થતો હોવાથી તેને કુમ્ભકરણી પણ કહેવામાં આવે છે. [૩૨]
संघाइमे परो वा, सव्वो वेसो समासओ उवही ।
पासगबद्धमझुसिरो, जं वाऽऽइण्णं तयं णेअं ॥ ८३३ ॥ वृत्तिः- 'सङ्घात्य इतरो वा'-एकाङ्गिकः यथालाभसम्भवात् 'सर्वोऽप्येष समासत उपधिः' अनन्तरोदित: ‘पाशकबद्धः अझुषिरो' भवति, 'यद्वऽऽचरितमत्र' विधिसीवनादि 'तत् ज्ञेयं' सुसाध्वा-चरणादित एवेति गाथार्थः ।। ८३३ ॥
આ સર્વ પ્રકારની ઉપાધિ જેવી મળે તેવી લેવાની હોવાથી સંક્ષેપથી સંઘાતિમ અને અસંઘાતિમાં એમ બે પ્રકારની છે. બે, ત્રણ વગેરે કકડા જોડીને બનાવેલ હોય તે સંઘાતિમ, અને એક અખંડ હોય તે અસંઘાતિમ. સંઘાતિમ પાલકબદ્ધ હોય, અર્થાત્ દોરાથી સીવેલ હોય. અસંઘાતિમ અશુષિર હોય, એટલે કે દોરાથી સીવેલ ન હોય, અથવા થીગડાથી રહિત હોય. અથવા આ વિષે દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવને જોઈને સુસાધુઓની આચરણા વગેરેથી જ જે આચરેલું હોય તે વિધિથી સીવવું વગેરે ઉપાદેય માનવું. [૮૩૩]
૧. બુ. ક. ભા. ગા. ૪૦૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org