________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ ૬પ
૧ અવ્યક્ત, ૨ અપ્રભુ, ૩ સ્થવિર, ૪ નપુંસક, પ મત્ત, ૬ ક્ષિતચિત્ત, ૭ દીપ્તચિત્ત, ૮ યક્ષાવિષ્ટ, ૯ કરછિન્ન, ૧૦ ચરણછિન્ન, ૧૧ અંધ, ૧૨ નિગડિત, ૧૩ કુષ્ઠી, ૧૪ ગર્ભિણી, ૧૫ બાલવત્સા, ૧૬ ખાંડતી, ૧૭૬ળતી, ૧૮ સેકતી, ૧૯ કાંતતી, ૨૦પિંજતી
આટલા દાયકોના હાથથી ભિક્ષા ન લેવી. આટલા દાયકોના હાથથી ભિક્ષા લેવામાં અપ્લાય વિરાધના વગેરે દોષોનો સંભવ છે. આમાં વિકલ્પ છે, અર્થાત્ સામાન્યથી તો આટલા દાયકોના હાથથી ભિક્ષા ન લેવાય, પણ ક્યારેક જીવવિરાધનાદિ દોષોનો સંભવ ન હોય તો લઈ પણ શકાય.
(૧) અવ્યક્ત- આઠ વર્ષથી ઓછી વયવાળું બાળક અવ્યક્ત કહેવાય. માતાદિની ગેરહાજરીમાં બાળક પાસેથી લેવાથી બાળક વધારે આપી દે તો તેની માતા આદિને સાધુ પ્રત્યે “બાળક પાસેથી વધારે લઈ ગયા” ઈત્યાદિ અરુચિભાવ થવાનો સંભવ છે. (માતાદિની હાજરીમાં પણ બાળક હોવાથી વહોરાવતાં નીચે પાડે, ઢોળે વગેરે દોષોની સંભાવનાથી વિશેષ કારણ વિના તેના હાથથી ન વહોરવું એ ઠીક છે.) પણ જો બાળક ઓછું વહોરાવે (અને ઢોળાવાદિનો સંભવ ન હોય) તો બાળક પાસેથી પણ લઈ શકાય.
(૨) અપ્રભુ- અપ્રભુ એટલે જે ઘરનો માણસ ન ગણાય તે નોકર વગેરે. નોકર વગેરે પાસેથી ભિક્ષા લેવાથી બાળકમાં જણાવ્યા મુજબ નોકર અને સાધુ એ બેમાંથી એક ઉપર કે બંને ઉપર દ્વેષ થવાનો સંભવ છે.
(૩) સ્થવિર - જેની સિત્તેર વર્ષથી અધિક, મતાંતરે સાઠ વર્ષથી અધિક ઉંમર હોય તે સ્થવિર. સ્થવિરના હાથથી લેવાથી (૧) સ્થવિરના મુખમાંથી લાળ પડતી હોય તો આપવાના આહારમાં પણ લાળ પડે, તેથી (સાધુ અપવિત્ર છે એવી) લોકમાં જુગુપ્સા થાય. (૨) હાથ કંપતા હોય તો આહારાદિ નીચે પડે, આથી છકાયની વિરાધના થાય. (૩) સ્થવિર પોતે વહોરાવતાં પડી જાય, આથી તેના શરીર નીચે આવી જનારા જીવોની વિરાધના થાય, સ્થવિરને દુઃખ થાય, ઈત્યાદિ અનેક દોષો થાય.
(૪) નપુંસક- નપુંસક પાસેથી વારંવાર વહોરવાથી (૧) તેની સાથે અતિપરિચય થતાં સાધુને કે નપુંસકને, અથવા બંનેને, વેદનો ઉદય થાય, (જો કે શાસ્ત્રમાં ‘વારંવાર’ શબ્દનો પ્રયોગ કર્યો છે. છતાં એક વાર લેવાનું થાય એટલે વારંવાર લેવાનું પણ થાય. આથી તેની પાસેથી એક વાર પણ લેવાનું ટાળવું એ હિતાવહ છે.) (૨) આ સાધુઓ નપુંસકને ત્યાં વહોરવા જાય છે એમ લોકમાં નિંદા થાય, (૩) અથવા લોકોને આ સાધુઓ પણ નપુંસક હશે એવી શંકા પડે, ઈત્યાદિ અનેક દોષો છે.
૧. આ પ્રમાણે બીજા દાયકો વિષે પણ સમજવું, અર્થાત્ જે દાયકના હાથથી લેવાથી જે દોષોની સંભાવના શાસ્ત્રમાં જણાવી છે તે દાયકના હાથે લેવાથી તે દોષો લાગે તેમ ન હોય તો તે દાયકના હાથથી લઈ શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org