________________
૩૬૪ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આહાર આપનારના હાથ એ ત્રણમાંથી કોઈ એક પણ સચિત્તથી પ્રક્ષિત હોય તો ન કહ્યું, ત્રણે સચિત્તથી પ્રષિત ન હોય તો જ કહ્યું.
અચિત્તથી પ્રતિમાં લોકનિદ્ય ચરબી આદિ અચિત્તથી પ્રક્ષિત ન કલ્પે.
પૂર્વકર્મ અને પશ્ચાત્કર્મ એ બે દોષોનો પણ પ્રક્ષિત દોષમાં સમાવેશ થાય છે. સાધુને વહોરાવવા માટે હાથ અને ભાજન વગેરેને સચિત્ત પાણીથી સાફ કરે વગેરે પૂર્વકર્મ છે. સાધુને વહોરાવ્યા પછી સાધુને વહોરાવવાના નિમિત્તે ખરડાયેલા હાથ, અને ભાજન વગેરેને સચિત્ત
પાણીથી સાફ કરે વગેરે પશ્ચાત્કર્મ છે.] (૩) નિક્ષિપ્ત- નિક્ષિત એટલે મૂકેલું. સચિત્ત વસ્તુ ઉપર કે સચિત્તમિશ્ર વસ્તુ ઉપર મૂકેલો આહાર લેવો તે નિશ્ચિમ દોષ છે.
[નિક્ષિપ્તના અનંતર અને પરંપર એમ બે ભેદ છે. સાક્ષાત્ સચિત્ત વસ્તુ ઉપર મૂકેલું હોય તે અનંતર નિક્ષિપ્ત. સચિત્ત વસ્તુ ઉપર રહેલા ભાજન વગેરેમાં મૂકેલું હોય તે પરંપર નિક્ષિપ્ત. જેમ કે- ઘઉં ઉપર ખાખરા વગેરે પડેલું હોય તે અનંતર નિક્ષિપ્ત. ઘઉં ઉપર રહેલા ડબામાં ખાખરા હોય તે પરંપર નિક્ષિપ્ત. અનંતર નિક્ષિપ્ત સર્વથા ન કલ્પે. પરંપર નિશ્ચિત
સચિત્તની સાથે સંઘટ્ટો ન થાય તેમ યતનાથી (કારણે) લઈ પણ શકાય.] (૪) પિહિત- પિહિત એટલે ઢંકાયેલું. જે આહાર સચિત્ત પુષ્પ, ફળ આદિથી ઢંકાયેલું હોય, અર્થાત્ જે આહાર ઉપર સચિત્ત ફળ વગેરે પડ્યું હોય, તે આહાર લેવાથી પિડિત દોષ લાગે.
[પિહિતના અનંતર અને પરંપર એમ બે ભેદ છે. જેમ કે- ખાખરા ઉપર સાક્ષાત્ લીંબુ વગેરે સચિત્ત વસ્તુ પડી હોય તો તે અનંતર પિહિત છે. ખાખરા વગેરે ઉપર છાબડી પડી હોય અને તેમાં લીંબુ વગેરે સચિત્ત વસ્તુ હોય તે પરંપર પિહિત છે. અનંતર પિહિત
સર્વથા અકથ્ય છે. પરંપરા પિહિત યતનાથી (કારણે) લઈ પણ શકાય.] [૬૩] (૫) સંહત-સાધુને આપવા માટે યોગ્ય ન હોય તેવી ભાજનમાં રહેલી બેસ્વાદ વગેરે વસ્તુને સચિત્ત
પૃથ્વી આદિ ઉપર નાખીને તે ભાજનથી સાધુને આહાર આપે તે સંહત દોષ છે.
| [આમાં ચાર ભાંગા છે. તે આ પ્રમાણે ઃ (૧) સચિત્તને સચિત્તમાં નાખે. (૨) સચિત્તને અચિત્તમાં નાખે. (૩) અચિત્તને સચિત્તમાં નાંખે. (૪) અચિત્તને અચિત્તમાં નાખે. આમાં
ચોથા ભાંગાથી યતનાપૂર્વક લઈ શકાય.] (૬) દાયક- ભિક્ષા આપવા માટે અયોગ્ય બાળક, વૃદ્ધ વગેરે ભિક્ષા આપે તો તે દાયક દોષ છે. [નીચે જણાવેલ જીવો ભિક્ષા આપવા અયોગ્ય છે.
अव्वत्तमपहु थेरे, पंडे मत्ते य खित्तचित्ते य । दित्ते जक्खाइट्टे, करचरणछिन्नंऽधणियले य ॥ ४६९ ॥ तद्दोस गुव्विणी बालवच्छ कंडंति पीसभज्जंती । નંતી fઉનંતી, મા રીમારૂ તો . ૪૭૦ | ઓ નિવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org