SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નથી એમ બીજા સાધુઓ અપમાન કરે એથી, “જુઓ, મારામાં સારો આહાર લાવવાની શક્તિ છે” એમ બતાવવા અહંકારથી સારો આહાર લાવે તે માનપિંડ છે. અથવા બીજા સાધુઓ પાસેથી પોતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને કુલાઈ જાય, એથી “અરે ! હું તો જયાં જાઉં ત્યાં બધું મેળવી શકું છું” એમ સાધુઓને કહીને ભિક્ષા માટે જાય, અને કોઈ ગૃહસ્થને એવી રીતે વાત કરે કે જેથી તે ગૃહસ્થને અહંકાર થાય -આપવાનું પૌરુષ ચઢ) અને તેથી તે સાધુ જે આહાર માગે છે અને જેટલો માગે તેટલો આપે તે માનપિંડ છે.] (૯) માયાપિંડ- લબ્ધિથી વેશપરિવર્તન આદિ કરીને માયાથી ગૃહસ્થને છેતરીને તેની પાસેથી ભિક્ષા મેળવે તે માયાપિંડ છે. આ વિષયમાં ચેલ્લક મુનિનું દષ્ટાંત છે. [૫૮] अतिलोभा परिअडई, आहारट्टा य संथवं दुविहं । कुणइ पउंजइ विज्ज, मंतं चुण्णं च जोगं च ॥७५९ ॥ वृत्तिः- 'अतिलोभात् पर्यटत्याहारार्थ'मिति लोभपिण्डः, सिंहकेसरकयतेरिव, आहारार्थमेव 'संस्तवं' परिचयं 'द्विविधं करोति', पूर्वपश्चाभेदेन, एवमाहारार्थमेव 'प्रयुक्त विद्यां मन्त्रचूर्णे च योगं च', तत्र देवताधिष्ठितोऽक्षरविन्यासो विद्या, देवाधिष्ठितस्तु मन्त्रः, चूर्णः पादलेपादिः, योगो वशीकरणादीति गाथार्थः ।। ७५९ ।। (૧૦) લોભપિંડ- આહારની લાલસાથી આહાર માટે ઘણા ઘરોમાં ફરે તે લોભપિંડ. આ વિષયમાં સિંહકેસરિયા મુનિનું દૃષ્ટાંત છે. ક્રિોધાદિ ચારે પ્રકારના પિંડમાં સાધુના ક્રોધાદિ કષાયનું પોષણ, એક-બીજાને લેષભાવ, શાસનહીલના વગેરે દોષો છે.] (૧૧) પૂર્વ-પશ્ચિાત્સસ્તવ- સંસ્તવ એટલે પરિચય. સંસ્તવના પૂર્વ અને પશ્ચાત્ એમ બે ભેદ છે. આહાર મેળવવા માટે માતા, પિતા વગેરે પક્ષનો સંબંધ બતાવવો તે પૂર્વસંસ્તવ, અને શ્વસુર પક્ષનો સંબંધ બતાવવો તે પશ્ચાત્સસ્તવ. જિમ કે દાન આપનારી સ્ત્રી વૃદ્ધ હોય તો તમારા જેવી જ મારી માતા હતી વગેરે કહે, પ્રૌઢ સ્ત્રી હોય તો તમારા જેવી જ મારી બહેન હતી વગેરે કહે, યુવતિ હોય તો તારા જેવી જ મારી પુત્રી હતી વગેરે કહે. આમાં માયામૃષાવાદ, પરસ્પર મમત્વભાવ, શાસનહીલના વગેરે દોષો થાય. આહાર મેળવવાના ઈરાદાથી ગૃહસ્થોની સાથે પોતાનો સંસારનો સાચો સંબંધ કાઢવો એ પણ પૂર્વ-પશ્ચિાત્સસ્તવ છે.] અથવા સંસ્તવ એટલે પ્રશંસા. દાતા આહાર આપે એ પહેલાં તેના સાચા-ખોટા ગુણોની પ્રશંસા (ખુશામત) કરવી તે પૂર્વસંસ્તવ, અને દાન આપ્યા પછી પ્રશંસા કરવી તે પશ્ચાત્સસ્તવ. [આમાં માયા, મૃષાવાદ, અસંયતની ખુશામત દ્વારા પાપોની અનુમોદના વગેરે દોષો લાગે.] (૧૨ થી ૧૫) વિદ્યા-મંત્ર-ચૂર્ણ-યોગપ્રયોગ-આહાર મેળવવા માટે વિદ્યા, મંત્ર, ચૂર્ણ અને યોગનો ઉપયોગ કરવો તે અનુક્રમે વિદ્યાપ્રયોગ, મંત્રપ્રયોગ, ચૂર્ણપ્રયોગ અને યોગપ્રયોગ દોષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy