SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [ રૂપ પ્રવચનહીલના થાય, શીકા વગેરેમાંથી લેવામાં સર્પદંશ આદિની સંભાવના, ઊંચ-નીચે થવામાં શારીરિક કષ્ટ થાય, વગેરે અનેક દોષો હોવાથી માલાપહૃત સાધુને ન કહ્યું. પણ શીકા વગેરેમાં રહેલી વસ્તુ દેખાતી હોય, પડવાનો ભય ન હોય, શારીરિક કષ્ટ વગેરે દોષોની સંભાવના ન હોય તો કલ્પી શકે. તથા દાદરાના પગથિયાં સુખેથી ચઢી-ઉતરી શકાય તેવા હોય તો માળ ઉપરથી લાવેલું પણ કહ્યું. ઉત્સર્ગ માગું તો માળ ઉપર રહેલી વસ્તુ લેવાની હોય તો એષણાશુદ્ધિ થાય તે માટે ગૃહસ્થ સાથે સાધુ પણ માળ ઉપર જાય. અપવાદથી ગૃહસ્થ માળ ઉપરથી લાવીને આપે તે કલ્પ.. માલિક પોતાના દાસ, નોકર, વગેરેની વસ્તુ તેની પાસેથી બળાત્કારે ઝુંટવીને આપે તે આચ્છેદ્ય દોષ છે. [તના નાયક, નૃપ અને ચોર એમ ત્રણ ભેદ છે. ઘરનો માલિક તે નાયક, ગામ આદિનો માલિક તે નૃપ. ઘરના માલિક પોતાના નોકર, પુત્ર વગેરે પાસેથી બળાત્કારે ઝુંટવીને આપે તે નાયક આચ્છેદ્ય, નૃપ પોતાના આશ્રિતોની માલિકીની વસ્તુ તેમની પાસેથી બળાત્કારે ઝુંટવીને આપે તે નૃપ આચ્છેદ્ય, ચોરો સાર્થવાહના માણસો આદિ પાસેથી લૂંટીને આપે તે ચોર આચ્છેદ્ય. આમાં જેની પાસેથી ઝુંટવી લેવામાં આવે તેને આર્તધ્યાન, આહારાદિનો અંતરાય, સાધુ પ્રત્યે દ્વેષભાવ વગેરે દોષો થાય. તથા સાધુને અદત્તાદાનનો દોષ લાગે.] [૭૫૦] अणिसिटुं सामन्नं, गोट्ठिअभत्ताइ ददउ एगस्स । सट्टा मूलादहणे, अज्झोअर होइ पक्खेवो ॥ ७५१ ॥ वृत्तिः- 'अनिसृष्टं सामान्यम्' अनेकसाधारणं गोष्ठिकभक्तादि', आदिशब्दाच्छेणिभक्तादि, 'ददत एकस्या'ननुज्ञातस्य । 'स्वार्थम्' आत्मनिमित्तं 'मूलाद्रहणे' कृते सति साधुनिमित्तं मुद्गादिसेतिकादेः 'प्रक्षेपोऽध्यवपूरको भवतीति गाथार्थः ।। ७५१ ॥ | (અનિકૃષ્ટ અને અધ્યવપૂરક દોષનું સ્વરૂપ~) અનેકની માલિકીવાળું મંડળભોજન, જાતિભોજન આદિ સામુદાયિક ભોજન બધા માલિકોની રજા વિના કોઈ એક આપે તે અનિવૃષ્ટ દોષ છે. [આમાં પરસ્પર ફલેશ વગેરે તથા સાધુ પ્રત્યે દ્વેષ વગેરે થાય.]. પોતાના માટે રાંધવા વગેરેની શરૂઆત કર્યા પછી પાછળથી સાધુ નિમિત્તે અધિક ઉમેરવું તે અધ્યવપૂરક દોષ છે. [આના યાવદર્થિક, પાખંડી અને યતિ એમ ત્રણ ભેદ છે. આ ત્રણનો અર્થ મિશ્રદોષમાં જણાવ્યા મુજબ છે. અધ્યવપૂરકમાં પાછળથી સાધુ નિમિત્તે ઉમેરવામાં અકાય, વનસ્પતિકાય વગેરે જીવોની વિરાધના થાય.] [૭૫૧] अत्र विशोध्यविशोधिकोटिभेदमाह कम्मुद्देसिअचरिमतिग पूइअं मीस चरिमपाहुडिआ । अज्झोअरअविसोहिअ, विसोहिकोडी भवे सेसा ॥७५२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy