SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ8 ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જોઈ શકે તેવા પાસેના બીજા બે ઘરો એમ ત્રણ ઘર સુધીનું અભ્યાહત કલ્પી શકે, તેથી આગળના ઘરનું ન કલ્પ.] છાણ વગેરેથી લીંપેલી કોઠી વગેરેના લીંપણને ઉખેડીને કે દરરોજ ન ખુલતા હોય તેવા કબાટ વગેરેને ખોલીને] આહારાદિ આપે તે ઉભિન્ન દોષ છે. [આમાં સાધુને આપ્યા પછી ફરી લીંપણ વગેરેથી બંધ કરવામાં અપ્લાય આદિની વિરાધના, બંધ કરવાનું ભૂલી જાય કે મોડું થાય તો તેમાં ઉંદર વગેરે પેસી જાય તો પંચેંદ્રિય જીવોની વિરાધના, સાધુ નિમિત્તે ઉઘાડ્યા પછી તેમાં રહેલી ઘી વગેરે વસ્તુ પુત્ર વગેરેને આપે, અથવા તેનો ક્રય-વિક્રયા કરે, ઈત્યાદિ અનેક દોષો થાય. જે કબાટ દરરોજ ન ખૂલતો હોય તેને ખોલવામાં આજુ-બાજુ કે પોલાણ વગેરેમાં રહેલા કરોળિયા, કીડી, ગરોળી વગેરે જીવોનો નાશ વગેરે દોષો લાગે. પણ જો જીવવિરાધના ન થાય એ હેતુથી બરણી વગેરેને સામાન્ય કપડું બાંધ્યું હોય અને ગૃહસ્થો પોતાના માટે તેને વારંવાર ખોલતા હોય તો, બરણી ઉપર બાંધેલ કપડું વગેરે સાધુના માટે છોડીને તેમાં રહેલી વસ્તુ આપે તો કલ્પી શકે. તે જ પ્રમાણે કબાટ દરરોજ ગૃહસ્થો પોતાના માટે ખોલતા હોય તો તેને ઉઘાડીને તેમાં રહેલ વસ્તુ આપે તો કલ્પી શકે. આમ છતાં ગૃહસ્થ બરણી, કબાટ વગેરે ઉઘાડે ત્યારે સાધુએ ત્યાં બરોબર દૃષ્ટિ રાખવી જોઈએ. જેથી કીડી વગેરે હોય તો ઉચિત કરી શકાય. કબાટ વગેરે ઉપર કીડી વગેરે જીવો ફરતા હોય તો કબાટ વગેરે ખોલવામાં અને બંધ કરવામાં તે જીવો ચગદાઈ જવાની ઘણી શક્યતા છે.] [૭૪૯] मालोहडं तु भणिअं, जं मालाईहिं देइ घेत्तूणं । अच्छिज्जं च अछिदिअ, जं सामी भिच्चमाईणं ॥७५० ॥ __ वृत्तिः- 'मालापहृतं तु भणितं' तीर्थकरगणधरैः यन्मण्डकादि 'मालादिभ्यो ददाति गृहीत्वा', आदिशब्दादधोमालादिपरिग्रहः । 'आच्छेद्यं चाच्छिद्य यत्स्वामी भृत्यादीनां' सम्बन्धि ददाति तद् भणितमिति, आदिशब्दात्कर्मकरादिपरिग्रह इति गाथार्थः ॥ ७५० ॥ (માલાપાહત અને આચ્છેદ્ય દોષનું સ્વરૂપ~) માળ, ભોંયરુ વગેરે સ્થાનમાંથી લઈને ખાખરો વગેરે આપે તેને તીર્થકરોએ અને ગણધરોએ માલાપહત દોષ કહ્યો છે. મિાલાપહતના ઊર્ધ્વ, અધો, ઉભય અને તિર્યમ્ એમ ચાર પ્રકાર છે. માળ, શીકું, ખીટી વગેરે ઉપરના સ્થાનમાંથી લઈને આપે તે ઊર્ધ્વ માલાપહત છે. ભોંયરું વગેરે નીચેના સ્થાનમાંથી લઈને આપે તે અધોમાલાપહત છે. જેમાંથી લેતાં પ્રથમ પગ વગેરેથી ઊંચા થવું પડે અને પછી મસ્તક, હાથ વગેરે અંગો નમાવવા પડે તે કોઠી, કોઠાર (= મોટી કોઠી) વગેરેમાંથી લઈને આપે તે ઉભય માલાપહત છે. હાથ લાંબો કરીને કષ્ટપૂર્વક લઈ શકાય તેવા ગોખલા વગેરેમાંથી લઈને આપે તે તિર્ય માલાપહૃત છે. આમાં તે તે સ્થાનમાંથી લેવામાં પડવા વગેરેનો ભય, પડવાથી નીચે રહેલા કીડી વગેરે જીવોની વિરાધના, પડનારના હાથ વગેરે અંગો ભાંગી જાય કે પ્રાણ પણ ચાલ્યા જાય, પરિણામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy