________________
રૂ૪૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પાખંડીને (સંન્યાસી વિશેષને) જ આપવાનો સંકલ્પ તે સમુદેશ, નિગ્રંથ (જૈન સાધુ), શાક્ય (-બૌદ્ધ સાધુ), તાપસ (-જટાધારી વનવાસી પાખંડી), શૈક (-ગેસથી રંગેલાં વસ્ત્રો પહેરનાર ત્રિદંડી), અને આજીવક (ગોશાળાના મતને અનુસરનાર) એ પાંચ શ્રમણોને જ આપવાનો સંકલ્પ તે આદેશ. નિગ્રંથોને (જૈન મુનિઓને) જ આપવાનો સંકલ્પ તે સમાદેશ.
આમ વિભાગઔદેશિકના કુલ (૩ ૪૪ =) ૧૨ ભેદ છે. ઓઘદેશિક સહિત કુલ ૧૩ ભેદ ઔદેશિક દોષના છે.
ગૃહસ્થ આપણે સાધુ વગેરેને નિત્ય ભિક્ષા આપવી એમ શા માટે કહે અને ઉદિષ્ટ ઔદેશિકનું સ્વરૂપ શું છે તે વિષે પિંડનિર્યુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે
जीयामु किहवि ओमे, निययं भिक्खावि ता कइवि देमो । हंदि हु नत्थि अदिन्नं, भुज्जइ अकयं न य फलेइ ॥ २२० ॥ सा उ अविसेसिए च्चिय, नियंमि भत्तंमि तंडुले छुहइ ।
पासंडीण गिहीण व, जो एही तस्स भिक्खट्ठा ॥ २२१ ॥ “આપણે દુષ્કાળમાં ઘણા કષ્ટથી જીવ્યા છીએ. આથી આપણે નિત્ય પાંચ કે છ ભિક્ષા આપીએ. કારણ કે જે આ જન્મમાં ન આપ્યું હોય તે ભવાંતરમાં ન ભોગવાય, અને આ ભવમાં જે શુભ કર્મ ન કર્યું હોય તેનું ફળ પરલોકમાં મળતું નથી. આ પ્રમાણે ગૃહસ્થ પોતાની સ્ત્રીને (કે ઘરની મુખ્ય સ્ત્રીને) કહે. (૨૨૦) અને તે (ગૃહસ્થની સ્ત્રી) દરરોજ જેટલું ભોજન રંધાતું હોય તેટલું ભોજન રાંધવાની શરૂઆત કરે ત્યારે તેમાં ગૃહસ્થ કે સાધુ-સંત જે કોઈ આવે તેને ભિક્ષા આપવા આટલું આપણા માટે અને આટલું ભિક્ષા માટે એવો વિભાગ કર્યા વિના ચોખા (વગેરે) અધિક નાખે તે (ઘ) દેશિક છે.” (૨૨૧)
પ્રશ્ન- મિશ્રજાત દોષમાં પણ સાધુ આદિને આપવા રાંધતી વખતે ચોખા વગેરે અધિક નાખે છે. આથી તેમાં અને આ દોષમાં કોઈ ભેદ રહેતો નથી.
ઉત્તર-આ દોષમાં નિત્ય પાંચ કે છ વગેરે ભિક્ષા આપવાની સૂચના કરે છે અને એથી નિત્ય પાંચ-છ વગેરે નિયત કરેલી ભિક્ષા આપવામાં આવે છે. મિશ્રજાતમાં તેમ નથી. અર્થાત્ આ દોષમાં આટલું આપણા માટે આટલું યાચકો માટે એમ વિભાગ કરવામાં આવે છે. મિશ્રજાતમાં તેવો વિભાગ નથી. આથી જ પાંચ-છ વગેરે નિયત કરેલી ભિક્ષા અપાઈ ગયા પછી અથવા જુદી કરી લીધા પછી બાકીની ભિક્ષા કહ્યું છે. જ્યારે મિશ્રજાતથી દૂષિત ભિક્ષા કોઈ પણ રીતે કલ્પતી જ નથી.]
દુષ્કાળ વીતી જતાં નિગ્રંથ, શાક્ય વગેરેને ઉદેશીને [=આપવા માટે રસોઈ વધારે બનાવીને જે ભિક્ષા આપવામાં આવે તે ઉદિષ્ટઔદેશિક છે. વિવાહાદિના પ્રસંગે વધેલા ભાત વગેરેને શાક ૧. ટીકામાં પક્ષવિતર પદનો પ્રતિક્ષાલાને એવો અર્થ કર્યો છે. પ્રાકૃતિકા એટલે ભેટ આપવા યોગ્ય વસ્તુ. આથી તિરાને
એટલે સારી વસ્તુનું દાન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org