SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૪૬ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અનિષેધઅનુમોદના. અધિકાર હોવા છતાં નિષેધ ન કરે એનું શું કારણ? એનું કારણ છે કે ઊંડે ઊંડે પણ તે એને ગમતું હોય છે. આથી જ નિષમનુમતિ = “જેનો નિષેધ ન થાય તે સંમત છે” એવી લોકોક્તિ પ્રસિદ્ધ છે. આને શાસ્ત્રમાં પ્રતિશ્રવણાનુમતિ કહેવામાં આવે છે. સાંભળે છે એનાથી સિદ્ધિ થાય છે કે તેનો નિષેધ નથી. જે પાપકાર્યનો નિષેધ કરે તે પાપકાર્યો સાંભળે શું કામ ? સાંભળે છે એટલે અર્થપત્તિથી સિદ્ધ થાય છે કે તે એને સંમત છે. (૨) પાપકાર્યોનો નિષેધ કરે, પણ પોતાના માટે પાપકાર્યથી બનેલી વસ્તુનો ઉપયોગ કરે તે ઉપભોગઅનુમોદના. જેમ કોઈ સ્વયં ચોરી ન કરે તો પણ દાણચોરીનો માલ વાપરે તો તે ગુનેગાર ગણાય, તેમ પોતે સાવદ્ય કાર્ય ન કરે, તો પણ બીજાએ પોતાના માટે સાવદ્ય કાર્યોથી તૈયાર કરેલ વસ્તુનો ઉપયોગ કરે તો ઉપભોગ અનુમોદના રૂપ દોષ લાગે. આને શાસ્ત્રમાં પ્રતિસેવનાનુમતિ કહેવામાં આવે છે. (૩) આશ્રિતોને પાપકાર્યોનો નિષેધ કરે, પોતાના માટે પાપથી બનાવેલ વસ્તુનો ઉપયોગ ન કરે, છતાં પાપ કરનારાઓ સાથે રહે-તેમના ઉપર મમત્વભાવ રાખે તો સંવાસાનુમતિ દોષ લાગે. જેમ કોઈ ચોરી ન કરે, ચોરીનો માલ ન વાપરે, છતાં ચોરોના ટોળામાં રહે તો તે ગુનેગાર ગણાય, તેમ પાપ કરનારાઓ સાથે રહે તો સંવાસાનુમતિ દોષ લાગે. (જાઓ કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૧૯ની ટીકા.). આ ત્રણ પ્રકારની અનુમોદનાને પિંડવિશુદ્ધિ વગેરે ગ્રંથોમાં અનુક્રમે પ્રતિશ્રવણા, પ્રતિસેવના અને સંવાસ એ ત્રણ નામોથી જણાવી છે. જે સાધુ પોતાને અધિકાર હોવા છતાં પોતાના આશ્રિતોને આધાકર્મિક આહારનો નિષેધ ન કરે તેને પ્રતિશ્રવણાનુમતિ દોષ લાગે. આધાર્મિક આહાર પોતે વાપરે તો પ્રતિસેવનાનુમતિ દોષ લાગે. આધાર્મિક આહાર વાપરનારા સાધુઓની સાથે રહે તો સંવાસાનુમતિ દોષ લાગે. આથી એ સિદ્ધ થયું કે સાધુ આધાકર્મિક આહાર વાપરે તો ઉપભોગ કે પ્રતિસેવનારૂપ અનુમોદનાનો દોષ લાગે. તથા સાધુ આધાર્મિક આહાર લે તો ગૃહસ્થ વારંવાર આધાર્મિક આહાર બનાવે. (એટલે આડકતરી રીતે કરાવવાનો પણ દોષ લાગે.) એક વાર આધાર્મિક આહાર લેવાથી બીજી વાર લેવાનું મન થાય છે, બીજી વાર લીધા પછી ત્રીજી વાર લેવાનું મન થાય છે, અને પછી વારંવાર આધાર્મિક આહાર લેવાની પ્રવૃત્તિ થાય છે. આમ થતાં પરિણામ નિષ્ફર બની જાય છે-દોષની સૂગ જતી રહે છે. શાસ્ત્રમાં ત્યાં સુધી કહ્યું છે કે,વારંવાર આધાર્મિક આહાર વાપરીને તેમાં લોલુપી અને નિર્દય બનેલો સાધુ પ્રાસુક ન મળે તો અપ્રાસુક (= સચિત્ત) આહાર પણ લે. તથા આધાકર્મના પરિણામવાળો સાધુ શુદ્ધ વાપરવા છતાં કર્મથી બંધાય છે.] [૭૪] उद्देसिअ साहुमाई, उमच्चए भिक्खविअरणं जं च । उद्धरिअं मीसेउं, तविअं उद्देसिअं तं तु ॥ ७४४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy