________________
૩૩૪ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'या खल्वि'ति या पुन र्यथोक्तदोषैर्वर्जिता कारिता स्वार्थ' गृहस्थैः ‘परिकर्मविप्रमुक्ता' उत्तरगुणानाश्रित्य सा वसतिरल्पक्रियैव', अल्पशब्दोऽभाववाचक इति गाथार्थः ।।७१७ ।।
વિસ્તારથી અર્થ તો ગ્રંથકાર સ્વયં કહે છે–
જે વસતિમાં ચોમાસામાં ચાર મહિનાથી અધિક કાળ અને શેષ કાળમાં એક મહિનાથી અધિક કાળ રહેવામાં આવે તે વસતિ કાલાતિક્રાન્તા છે. (બીજાઓ ૩૩ માં પાઠના સ્થાને ૩૩ વાસા એવા પાઠાંતર પ્રમાણે ઉક્ત અર્થ કરે છે.) શેષ કાળમાં બે મહિના પહેલાં અને ચાતુર્માસમાં આઠ મહિના પહેલાં ફરી તે જ વસતિમાં આવે તો તે વસતિ ઉપસ્થાના છે, [૭૧૩] જે વસતિ સર્વસામાન્ય હોય == જે કોઈ આવે તેના માટે હોય તે વસતિમાં ચરક વગેરે અથવા ગૃહસ્થો રહ્યા હોય અને સાધુઓ રહે તો તે વસતિ અભિક્રાન્તા છે. તે (= સર્વસામાન્ય) જ વસતિનો બીજા કોઈએ ઉપ્યોગ ન કર્યો હોય અને સાધુઓ રહે તો તે વસતિ અનભિક્રાન્તા છે. [૭૧૪] ગૃહસ્થ પોતાના માટે કરેલી વસતિ સાધુને આપી દે અને પોતાના માટે નવી બનાવીને તેમાં રહે તો સાધુને આપેલી તે વસતિ વર્ષો છે. [૭૧૫] શ્રમણ, બ્રાહ્મણ વગેરે સર્વ પાંખડીઓ માટે નવી બનાવેલી વસતિ મહાવજર્યા છે. પાંચ પ્રકારના શ્રમણો માટે નવી બનાવેલી વસતિ સાવદ્યા છે. નિગ્રંથ (જૈન સાધુઓ), શાક્ય (બૌદ્ધ સાધુ), તાપસ (જટાધારી વનવાસી સંન્યાસી), શૈક (ગેરુથી રંગેલા વસ્ત્રો પહેરનાર ત્રિદંડી) અને આજીવક (ગોશાળાના મતને અનુસરનાર) આ પાંચ શ્રમણ છે. કેવળ જૈન સાધુઓ માટે નવી બનાવેલી વસતિ મહાસાવદ્યા છે. [૭૧૬] જે વસતિ ઉપર્યુક્ત દોષોથી રહિત હોય, ગૃહસ્થ પોતાના માટે કરાવી હોય, ઉત્તરગુણો સંબંધી પરિકર્મથી રહિત હોય, તે વસતિ અલ્પક્રિયા છે. અહીં અલ્પ શબ્દ અભાવવાચક છે. [૭૧૭] स्वार्थमिति विशेषतोऽप्याचष्टे
एत्थ य सट्टा णेआ, जा णिअभोगं पडुच्च कारविआ ।
जिणबिंबपइद्रुत्थं, अहवा तक्कम्मतुल्लत्ति ॥ ७१८ ॥ વૃત્તિ - માત્ર સ્વાર્થ સેવા' વસતિ: ‘ચત્નીયમો પ્રતીત્ય ઋરિતા' સ્વામિના, ‘બિનबिम्बप्रतिष्ठार्थमथवा' कारिता, तत्कर्मतुल्या' जिना वा(जिनार्चा)कर्मतुल्येति गाथार्थः ।। ७१८ ॥
ઉપર સટ્ટા (સ્વાર્થ) એમ કહ્યું, આથી “સ્વાર્થ' શબ્દનો વિશેષ અર્થ કહે છે- જે વસતિ માલિકે પોતાના ઉપયોગ માટે કરાવી હોય, અથવા જિનબિંબની પ્રતિષ્ઠા કરવા માટે કરાવી હોય, અથવા જિનપૂજા જેવા કાર્યોમાં કામ આવે એ માટે કરાવી હોય, તે વસતિ સ્વાર્થ (પોતાના માટે બનાવેલી) છે. [૭૧૮]. अत्र स्वार्थशब्दघटनामाह
वयणाओ जा पवित्ती, परिसुद्धा एस एव सत्थोत्ति । अण्णेसि भावपीडाहेऊओ अण्णहाऽणत्थो ॥ ७१९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org