SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते યથાલંદ અંગે પણ જાણવો. જિનકલ્પીઓથી શુદ્ધ પરિવારિકોમાં જે ભિન્નતા છે તે આ છે- પ્રારંભમાં નવનો સમુદાય જ પરિવાર કલ્પને સ્વીકારે, ત્યારબાદ નવમાંથી કોઈ એક નીકળી જાય તો બીજો કોઈ એક પણ તેને સ્વીકારે. [૧પ૨૩] તપ ભાવનામાં ભિન્નતા એ છે કે બધોય તપનો અભ્યાસ આયંબિલથી કરે. પરિહારિકો ઈતર અને યાવસ્કથિક એમ બે પ્રકારના હોય છે. કલ્પ સમાપ્ત થતાં જે ગચ્છમાં આવે તે ઈવર, અને જે જિનકલ્પનો સ્વીકાર કરે તે યાવત્રુથિક. આ જ વિગત ગ્રંથકાર કહે છે- ઈતરો ફરી સ્થવિરકલ્પમાં આવે છે, અને યાવત્રુથિકો જિનકલ્પમાં આવે છે. [૧૫૨૪] આનો સંભવ કહે છે- 'શુદ્ધપરિહાર પૂર્ણ થતાં જિનકલ્પને સ્વીકારે, અથવા ફરી તે જ શુદ્ધપરિહાર કલ્પને સ્વીકારે, અથવા પાછો ગચ્છમાં જાય, આમ શુદ્ધ પરિહારિકોને ત્રણે સ્થાનો વિરુદ્ધ નથી=યોગ્ય છે. [૧પ૨૫ ઈતર શુદ્ધ પરિહારિકોને ઉપસર્ગો આતંકો અને વેદનાઓ ન થાય. શુદ્ધપરિહારકલ્પના પ્રભાવથી ઉપસર્ગો વગેરે ન થાય એવો નિયમ છે. યાવત્રુથિકોમાં ઉપસર્ગો વગેરે વૈકલ્પિક છે, એટલે કે થાય પણ. કારણ કે જિનકલ્પમાં રહેલાઓને ઉપસર્ગો વગેરે થાય. શુદ્ધ પરિહારિકોમાં ગામના છ વિભાગો જિનકલ્પીની જેમ જાણવા. [૧૫ર૬] एतेषामेव स्थितिमभिधातुमाह खित्ते कालचरित्ते, तित्थे परिआगमागमे वेए । कप्पे लिंगे लेसा, झाणे गणणा अभिगहा य ॥ १५२७ ॥ पव्वावण मुंडावण, मणसाऽऽवण्णेऽवि से अणुग्घाया। कारणणिप्पडिकम्मा, भत्तं पंथो अतइआए ॥ १५२८ ॥ दारगाहा ।। वृत्तिः- अस्य गाथाद्वयस्यापि समुदायार्थः पूर्ववत् । શુદ્ધ પરિહારિકોની જ સ્થિતિને (= મર્યાદાને) કહે છે– ક્ષેત્ર, કાલ, ચારિત્ર, તીર્થ, પર્યાય, આગમ, વેદ, કલ્પ, લિંગ, વેશ્યા, ધ્યાન, ગણના, અભિગ્રહ, પ્રવ્રાજન, મુંડન, પ્રાયશ્ચિત્ત-મનથી પણ દોષ પામે તો તેને “અનુદ્દદ્યાત ચતુર્ગુરુ' પ્રાયશ્ચિત્ત આવે, કારણ, નિષ્પતિકર્મતા, ભક્ત, પંથ-ભોજન અને વિહાર ત્રીજા પ્રહરમાં કરે. (આમ ૨૦ ધારો છે.) આ સંક્ષિપ્ત ગાથાર્થ છે. [૧૫૨૭-૧૫૨૮] अवयवार्थं त्वाह खित्ते भरहेरवए, होति साहरणवज्जिआ णिअमा । एत्तो च्चिअ विण्णे, जमित्थ कालेऽवि णाणत्तं ॥ १५२९ ॥ ૧. પરિહારકલ્પ બે છે. એક (પાંચ પ્રકારના સંયમમાં) સંયમના ભેદરૂપ છે. અન્ય (દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં) પ્રાયશ્ચિત્તના ભેદરૂપ છે. અહીં પ્રાયશ્ચિત્તના ભેદરૂપ પરિહારનો વ્યવચ્છેદ કરવા પરિવારનું “શુદ્ધ' એવું વિશેષણ છે. આથી અહીં ત્રીજા ચારિત્રરૂપ પરિહારકલ્પ સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy