________________
पञ्चवस्तुके संलेखनाद्वारम् ]
[ ૬૨૨
હોય. ઉત્સર્પિણીમાં આનાથી ઉલટું હોય. તે આ પ્રમાણે- ઉત્સર્પિણીમાં જન્મથી બીજા-ત્રીજાચોથા આરામાં હોય, અને સભાવથી ત્રીજા-ચોથા આરામાં હોય. (આનો અર્થ એ થયો કે બીજા આરામાં જન્મેલ જીવ ત્રીજા આરામાં કલ્પને સ્વીકારી શકે, બીજામાં નહીં.) [૧૪૮૭] ઉત્સર્પિણી-અવસર્પિણી રહિત (= અવસ્થિત) કાળમાં મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ જન્મથી અને સદ્ભાવથી ચોથા આરામાં જ હોય. સંકરણથી સભાવને આશ્રયીને ઉત્તરકુરુ આદિ સર્વ ક્ષેત્રોની અપેક્ષાએ સર્વ આરાઓમાં હોય. [૧૪૮૮] चारित्रद्वारमधिकृत्याह
पढमे वा बीए वा, पडिवज्जइ संजमम्मि जिणकप्पं ।
पुव्वपडिवन्नओ पुण, अण्णयरे संजमे हुज्जा ॥ १४८९ ॥ वृत्तिः- 'प्रथमे वा'-सामायिक एव 'द्वितीये वा'-छेदोपस्थाप्ये 'प्रतिपद्यते 'संयमे' चारित्रे सति 'जिनकल्पं', नान्यस्मिन्, 'पूर्वप्रतिपन्नः पुनर'सौ 'अन्यतरस्मिन् संयमस्थाने'-- सूक्ष्म-सम्परायादौ ‘भवेद्', उपशमश्रेणिमधिकृत्येति गाथार्थः ॥ १४८९ ॥
मज्झिमतित्थयराणं, पढमे पुरिमंतिमाण बीअम्मि ।
पच्छा विसुद्धजोगा, अण्णयरं पावइ तयं तु ॥ १४९० ॥ वृत्ति:- 'मध्यमतीर्थकराणां' तीर्थे प्रथमे' भवेत्, द्वितीयस्य तेषामभावात्, 'पुरिमचरमयोस्तु' तीर्थकरयो: तीर्थे 'द्वितीये' भवेत्, छेदोपस्थाप्य एव, ‘पश्चाद्विशुद्धयोगात्' कारणा दन्यतरं प्राप्नोति तं' संयमं सूक्ष्मसम्परायादिमुपशमापेक्षयेति गाथार्थः ।। १४९० ।।
ચારિત્રકારને ઉદ્દેશીને કહે છે
સામાયિક કે છેદો સ્થાપ્ય ચારિત્રમાં જિનકલ્પનો સ્વીકાર કરે, અન્ય ચારિત્રમાં નહિ. પૂર્વપ્રતિપન્ન (= જિનકલ્પનો જેણે સ્વીકાર કરી લીધો છે તે) તો સૂક્ષ્મસંપરાય વગેરે કોઈ અન્ય ચારિત્રમાં હોય, અર્થાત ઉપશમ શ્રેણિની અપેક્ષાએ જિનકલ્પીને સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત ચારિત્ર પણ હોય. (જિનકલ્પી તે ભવમાં મોક્ષમાં ન જાય, આથી તેને ક્ષપકશ્રેણિ ન હોય.) [૧૪૮૯] પહેલા અને છેલ્લા સિવાય મધ્યમ બાવીસ તીર્થકરોના તીર્થમાં સામાયિકચારિત્રમાં જિનકલ્પનો સ્વીકાર થાય. કારણ કે છેદોપસ્થાપનીય ચારિત્ર તેમને હોતું નથી. પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થમાં છેદોપસ્થાપનીય ચારિત્રમાં જ જિનકલ્પનો સ્વીકાર થાય. જિનકલ્પનો સ્વીકાર કર્યા પછી યોગો વિશુદ્ધ થાય તો ઉપશમ શ્રેણિની અપેક્ષાએ સૂક્ષ્મસંપરાય વગેરે અન્ય ચારિત્રને પામે. [૧૪૯૦].
૧. દેવકુરુ-ઉત્તરકુરુમાં સુપમસુષમા રૂપ પહેલો આરો છે. હરિવર્ષ-રમ્યફવર્ષમાં સુષમા રૂપ બીજો આરો છે. હૈમવત વૈરણ્યવતમાં
સુષમ-દુઃ૫માં રૂપ ત્રીજો આરો છે. મહાવિદેહ ક્ષેત્રમાં દુઃ૫મ-સુષમાં રૂપે ચોથો આરો છે. ૨. પરિહારવિશુદ્ધિ સિવાય કોઈ પણ ચારિત્રમાં હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org