SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके संलेखनाद्वारम् ] પહેલાં દશપ્રકારની જ સામાચારી કહે છે— ઈચ્છાકાર, મિથ્યાકાર, તથાકાર, આવશ્યિકી, નૈષધિકી, આપૃચ્છના, પ્રતિકૃચ્છના, છંદના, નિમંત્રણા અને ઉપસંપદા એમ સામાચારીના દશ પ્રકાર છે. ઈચ્છાકાર- ઈચ્છાપૂર્વક બીજા પાસે કાર્ય કરાવવું કે બીજાનું કાર્ય કરવું. મિથ્યાકાર- ભૂલ થતાં ભૂલનો સ્વીકાર કરીને પશ્ચાત્તાપપૂર્વક મિચ્છામિ દુક્કડં કહેવું. તથાકાર- ગુરુ જે કેઈ કહે તેનો સ્વીકાર કરવો=તત્તિ કહેવું. આવશ્યિકી- આવશ્યક કાર્ય માટે બહાર નીકળવું અને “આવશ્યક કાર્ય માટે બહાર નીકળું છું'' તેના સૂચક તરીકે ૧‘આવસહિ' કહેવું. નૈષિધીકી- મંદિરમાં અને ઉપાશ્રયમાં પ્રવેશતાં અશુભ કે બિનજરૂરી વ્યાપારનો ત્યાગ કરવો અને તેનો સૂચક ‘નિસીહિ’ શબ્દ કહેવો. આપૃચ્છના- કોઈ પણ કાર્ય ગુરુને વિનયપૂર્વક બરોબર પૂછીને જ કરવું. પ્રતિસ્પૃચ્છના- પૂર્વે અમુક સમયે તારે અમુક કામ કરવું એમ કહ્યું હોય તો તે કાર્ય કરતી વખતે ‘આપે કહેલું તે કાર્ય અત્યારે કરું છું’’ એમ પુનઃ પૂછવું=જણાવવું (અથવા પૂર્વે આપે આ કાર્ય કરવાની ના કહી હતી, પણ હમણાં મારે આ કાર્ય કરવાની જરૂર હોવાથી જો આપની આજ્ઞા હોય તો કરું' એ પ્રમાણે ગુરુને પુનઃ પૂછવું. છંદના- આહાર-પાણી લઈ આવ્યા પછી ગુરુને પૂછીને પોતે લાવેલા આહાર-પાણી લેવા માટે સાધુઓને વિનંતિ કરવી. નિમંત્રણા- આહાર-પાણી લેવા જતાં પહેલાં ગુરુને પૂછીને “હું આપના માટે અશનાદિ લાવું છું” એમ સાધુઓને પૂછવું-વિનંતિ કરવી. ઉપસંપદા- જ્ઞાનાદિ ગુણોની આરાધના માટે ગુરુની આજ્ઞાથી અન્ય આચાર્ય આદિ પાસે ૨હેવું. [૧૪૨૨] अत्र जिनकल्पिकसामाचारीमाह [૬૦૧ आवस्सिणिसीहिमिच्छापुच्छणमुवसंपयंमि गिहिए । अण्णा सामायारी, ण होइ से सेसिआ पंच ॥ १४२३ ॥ वृत्ति: - 'आवश्यकी नैषेधिकी 'मिथ्ये 'ति मिथ्याकारं 'पृच्छामुपसम्पदं गृहिष्वौ 'चित्येन સર્વ તિ, ‘અન્યા: સામાન્રાર્ય:'-ફાાર્યાઘા‘ન ભવન્તિ ‘સે' તસ્ય ‘શેષા: પદ્મ', પ્રયોનના-માવાવિતિ ગાથાર્થ: ॥ ૧૪૨૩ || आदेशान्तरमाह आवस्सिअं निसीहिअ मोत्तुं उवसंपयं च गिहिए । सेसा सामायारी, ण होइ जिणकप्पिए सत्त ॥ १४२४ ॥ वृत्ति:- 'आवश्यकीं नैषेधिकीं मुक्त्वा उपसम्पदं च गृहिष्वा 'रामादिष्वोघतः, 'शेषाः सामाचार्यः' पृच्छाद्याः अपि न भवन्ति जिनकल्पिके सप्त', प्रयोजनाभावादेवेति गाथार्थ: ॥ ૧૪૨૪ ૫ Jain Education International ૧. શુદ્ધ શબ્દ આવસ્સિયા છે. એથી આવસ્સિયા (= આવશ્યિકી) એમ કહેવું જોઈએ. પણ વર્તમાનમાં આવસ્સિયાના સ્થાને આવસહિ શબ્દ પ્રચલિત બની ગયો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy