SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ५९४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અભ્યાસથી ઉચ્છ્વાસને જાણી શકે, અર્થાત્ આટલા શ્રુતનું પરાવર્તન કર્યું છે માટે આટલા ઉચ્છ્વાસ થયા છે એમ જાણી શકે, ઉચ્છ્વાસથી ઉચ્છ્વાસ-નિશ્વાસરૂપ પ્રાણને જાણી શકે, પ્રાણથી સાત પ્રાણ પ્રમાણ સ્તોકને, સ્તોકથી બે ઘડી પ્રમાણ મુહૂર્તને, મુહૂર્તોથી પોરિસિઓને, પોરિસિઓથી રાત, દિવસ વગેરે જાણી શકે. [૧૩૯૯] તે સદા સ્વલક્ષ પ્રત્યે સાવધાન હોવાના કારણે `સૂત્રાભ્યાસ ગર્ભિત આ ઉપયોગથી દોષને પામ્યા વિના વિહિત અનુષ્ઠાનને અવિપરીતપણે કરે. [૧૪૦૦] દિશાઓ વાદળ આદિથી ઢંકાયેલી હોય ત્યારે પણ અમુક ક્રિયા શરૂ કરવાનો સમય થઈ ગયો છે, અમુક ક્રિયા પૂરી કરવાનો (= બંધ કરવાનો) સમય થઈ ગયો છે એમ ક્રિયાના પ્રારંભ અને સમાપ્તિ એ બે કાળને, દેવ વગેરે હોય રાત અને બતાવે દિવસ ઈત્યાદિ દેવકૃત વગેરે ઉપસર્ગમાં સત્ય જે કાળ હોય તે કાળને, ઉપકરણની પ્રતિલેખના અને પ્રતિક્રમણ વેગરેના યોગ્ય કાળને, ભિક્ષા અને વિહારના યોગ્ય કાળને, છાયા વિના પણ સૂત્રપાઠથી જાણી શકે. [૧૪૦૧] एकत्वभावनामभिधातुमाह एगत्तभावणं तह, गुरुमाइसु दिट्ठिमाइपरिहारा । भावइ छिण्णममत्तो, तत्तं हिअयम्मि काऊणं ॥ १४०२ ॥ ( दारं ८ ) वृत्ति:- ‘एकत्वभावनां तथा 'सौ-यति' गुर्वादिषु दृष्ट्यादिपरिहाराद्' दर्शनालापपरिहारेण 'भावयति' अभ्यस्यति' छिन्नममत्त्व: ' सन्' तत्त्वं हृदये कृत्वा' वक्ष्यमाणमिति गाथार्थः ॥ १४०२ ॥ एगो आया संजोगिअं तुसेसं इमस्स पाएणं । दुक्खणिमित्तं सव्वं, हिओ य मज्झत्थभावो सो ॥। १४०३ ॥ वृत्ति:- 'एक आत्मा' तत्त्वतः, 'संयोगिकं त्वशेषमप्येतद्देहादि 'प्रायेण, दुःखनिमित्तं सर्वमेतद्धि' वस्तु, 'मध्यस्थभावो' यस्य सर्वत्रेति गाथार्थः || १४०३ ॥ इय भाविअपरमत्थो, समसुहदुक्खोऽबहीअरो होइ । तत्तो असो कमेणं, साहेइ जहिच्छिअं कज्जं ॥ १४०४ ॥ वृत्ति:- 'इय' एवं 'भावितपरमार्थः ' सन् 'समसुखदुःखो' मुनिः 'अबहिश्चरो भवति', आत्माराम इत्यर्थः ‘ततश्च असौ क्रमेण' अवदायमानः 'साधयति यथेष्टं कार्यं', चारित्ररूपमिति गाथार्थः ॥ १४०४ ॥ एगत्तभावणाए, ण कामभोगे गणे सरीरे वा । सज्जइ वेरग्गगओ, फासेइ अणुत्तरं करणं ॥ १४०५ ॥ वृत्ति:- 'एकत्वभावनया' भाव्यमानया 'न कामभोगयोः ', तथा 'गणे शरीरे वा 'सज्यते' सङ्गं गच्छति, एवं वैराग्यगतः ' सन्' स्पृशत्यनुत्तरं करणं'- प्रधानयोगनिमित्तमिति गाथार्थः ॥ १४०५ ॥ ૧. આટલા સૂત્રનું પરાવર્તન થયું માટે આટલો સમય થયો એ ઉપયોગ. આ ઉપયોગ સૂત્રના અતિઅભ્યાસથી=પરિચયથી થઈ શકે છે. માટે આ ઉપયોગ સૂત્રાભ્યાસ ગર્ભિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy