________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[ ક૬૨
કારણ કે સ્વર્ગની અને કેવલજ્ઞાનની ઈચ્છાવાળાએ તપ, ધ્યાન વગેરે કરવું જોઈએ એમ આગમ કહે છે, અને એથી જીવોની તપ, ધ્યાન વગેરેમાં પ્રવૃત્તિ થાય છે. સર્વજ્ઞો આગમપૂર્વક થતા હોવાથી આગમ અપૌરુષેય છે. કારણ કે આગમ સર્વજ્ઞાનું સાધન=આલંબન છે, અને અનાદિકાળથી છે. (જે અનાદિકાળથી હોય તેનો કર્તા પુરુષ ન હોય, આથી તે અપૌરુષેય હોય.) અન્ય કોઈક સર્વજ્ઞા આગમપૂર્વક જ થતા નથી. કારણ કે કોઈકને આગમ વિના પણ કેવલજ્ઞાન થાય. [૧૨૯૨]. अत्रोत्तरम्
नोभयमवि जमणाई, बीअंकुरजीवकम्मजोगसमं ।
अहवऽत्थतो उ एवं, ण वयणउ वत्तहीणं तं ॥ १२९३ ॥ વૃત્તિ - “ર' મૈતવેવં ‘૩મપિ '—ગામ: સર્વજ્ઞશ થ' યWત્ “મના વીનીजीवकर्मयोगसमं', न ह्यत्रेदं पूर्वमिदं नेति व्यवस्था, ततश्च यथोक्तदोषाभावः, 'अथवा अर्थत एवैवं'-बीजाङ्कुरादिन्यायः, सर्व एव कथञ्चिदागमार्थमासाद्य सर्वज्ञो ज्ञातः, तदर्थश्च तत्साधक इति 'न वचनतो' न वचनमेवाश्रित्य, मरुदेव्यादीनां प्रकारान्तरेणापि भावात्, इतश्च न वचनतोऽनादिः, यतो 'वक्त्रधीनं तत्', न ह्यनाद्यपि वक्तारमन्तरेण वचनप्रवृत्तिः, उपायान्तराभावात्, तदर्थप्रतिपत्तिस्तु क्षयोपशमादेरविरुद्धा, तथादर्शनाद्, एतत् सूक्ष्मधिया भावनीयमिति गाथार्थः ॥ १२९३ ॥
અહીં ઉત્તર આપે છે–
આ તમે જેમ કહ્યું તેમ નથી. કારણ કે આગમ અને સર્વજ્ઞ એ બંને બીજ અને અંકુરની જેમ તથા જીવ અને કર્મસંયોગની જેમ અનાદિકાળથી છે. જે બે વસ્તુ અનાદિકાળથી હોય તેમાં આ વસ્તુ પહેલી છે અને આ વસ્તુ પહેલી નથી એમ નિર્ણય ન કરી શકાય. આથી તમે જે દોષ કહ્યો તે દોષ રહેતો નથી. અથવા આગમ અર્થથી અને વચનથી (શબ્દથી) એમ બે પ્રકારે છે. તેમાં બીજાંકુર વગેરે ન્યાય અર્થની અપેક્ષાએ જ છે. બધા જ સર્વજ્ઞો કોઈક રીતે આગમના અર્થને પામીને સર્વજ્ઞ થયા છે આથી આગમનો અર્થ સર્વજ્ઞનો સાધક છે, અર્થાત આગમનો અર્થ સર્વજ્ઞ બનવાનું સાધન છે. બીજાંકુર વગેરે ન્યાય વચનને આશ્રયીને નથી. કારણ કે મરુદેવીમાતા વગેરેને વચન વિના બીજી રીતે પણ કેવલજ્ઞાન થયેલ છે. આ પ્રમાણે વચનને આશ્રયીને આગમ અનાદિ નથી. કારણ કે વચન વક્તાને અધીન છે, અર્થાત્ વક્તા વિના વચન ન હોય. (આથી આગમ અપૌરુષેય છે એ વાત રહેતી નથી.) વચન અનાદિ હોવા છતાં વક્તા વિના વચનની પ્રવૃત્તિ થાય છે એમ ન માની શકાય. કારણ કે વક્તા વિના વચનપ્રવૃત્તિનો બીજો કોઈ ઉપાય નથી. જયારે આગમના અર્થનું જ્ઞાન તો (પુરુષ વિના પણ) ક્ષયોપશમાદિથી થઈ શકવામાં કોઈ વિરોધ નથી. કારણ કે તેવું જોવામાં આવે છે. આ વિષય સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો. [૧૨૯૩]
वेयवयणम्मि सव्वं णाएणासंभवंतरूवं जं । ता इअरवयणसिद्धं वत्थू कह सिज्झई तत्तो ॥ १२९४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org