SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ५४२ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હિંસા કરનારા સંસારમોચકોની પણ હિંસા ધર્મરૂપ અને નિર્દોષ હોવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. [૧૨૩૩] કદાચ તમે કહેશો કે સંસારમોચકોનું વચન યથાર્થ વચન નથી, તો અમે પૂછીએ છીએ કે વૈદિકવચન યથાર્થ છે એમાં પ્રમાણ શું ? લોક જ પ્રમાણ છે એમ નહિ કહી શકાય. કારણ કે પ્રમાણશાસ્ત્રમાં લોકને પ્રમાણ કહ્યો નથી. પ્રમાણશાસ્ત્રમાં છ પ્રમાણો કહ્યા છે. તેમાં લોકનો નિર્દેશ નથી. એથી લોકને પ્રમાણ માનવામાં પ્રમાણની છ સંખ્યા સાથે વિરોધ આવે. તથા લોકમાં વેદવચનની પ્રામાણિકતા વિષે વિસંવાદ પણ છે=‘વેદવચન પ્રમાણ છે’” એવી એક વાક્યતા પણ નથી. [૧૨૩૪] अह पाढोऽभिमउच्चि, विगाणमवि एत्थ थोवगाणं तु । इत्थंपि णप्पमाणं, सव्वेसि विदंसणाओ उ ॥ १२३५ ॥ वृत्ति:- 'अथ पाठोऽभिमत एव' लोकस्य प्रमाणमध्ये, षण्णामुपलक्षणत्वात्,' विगानमप्यत्र'वेदवचनाप्रामाण्ये 'स्तोकानामेव' लोकानामित्येतदाशङ्क्याह-'अत्रापि' - एवं कल्पनायां 'न प्रमाणं, सर्वेषां' लोकानां 'अदर्शनाद्', अल्पबहुत्वे निश्चयाभावादिति गाथार्थः || १२३५ ॥ હવે તમે કહેશો કે (લોક પ્રમાણ તરીકે પ્રસિદ્ધ હોવાથી) પ્રમાણશાસ્ત્રમાં છ સંખ્યાના ઉપલક્ષણથી લોકનો ઉલ્લેખ ઈષ્ટ જ છે. તથા વેદવચનની પ્રામાણિકતામાં વિસંવાદ થોડાક જ લોકોમાં છે, તો અમે કહીએ છીએ કે આવી (પ્રમાણશાસ્ત્રમાં છ સંખ્યાના ઉપલક્ષણથી લોકનો ઉલ્લેખ ઈષ્ટ જ છે એવી) કલ્પનામાં કોઈ પ્રમાણ નથી. તથા બધા લોકોને જોઈ શકાતા નથી (= બધા લોકોના વિચારો જાણી શકાતા નથી). એટલે વેદની પ્રામાણિકતા વિષે થોડા લોકોનો વિસંવાદ છે કે ઘણા લોકોનો વિસંવાદ છે એમ અલ્પ-બહુત્વનો નિર્ણય થઈ શકતો નથી. [૧૨૩૫] किं तेसि दंसणेणं, अप्पबहुत्तं जहित्थ तह चेव । सव्वत्थ समवसेअं, णेवं वभिचारभावाओ ॥ १२३६ ॥ वृत्ति:- 'किं तेषां' सर्वेषां लोकानां 'दर्शनेन ?, अल्पबहुत्वं यथाऽत्र' - मध्यदेशादौ वेदवचन- प्रामाण्यं प्रति ' तथैव सर्वत्र' क्षेत्रान्तररेष्वपि 'समवसेयं', लोकत्वादिहेतुभ्य इत्याशङ्क्याह-'नैवं, व्यभिचारभावात्' कारणादिति गाथार्थः || १२३६ ॥ एतदेवाह अग्गाहारे बहुगा, दीसंति दिआ तहा ण सुद्दत्ति । णय तद्दंसणओ च्चि, सव्वत्थ इमं हवइ एवं ।। १२३७ ॥ वृत्ति:- 'अग्राहारे बहवो दृश्यन्ते 'द्विजाः ' ब्राह्मणा' स्तथा न शूद्रा इति' ब्राह्मणवद् बहवो दृश्यन्ते, 'न च ' तद्दर्शनादेव' अग्राहारे बहुद्विजदर्शनादेव 'सर्वत्र' भिल्लपल्ल्यादाव' प्येतद्भवति एवं ' - द्विजबहुत्वमिति गाथार्थः || १२३७ ॥ કદાચ તમે કહેશો કે બધા લોકોને જોવાનું શું કામ છે ? મધ્યપ્રદેશ વગેરેમાં વેદવચનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy