________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[જરૂર
વૃત્તિ - “શ્રયસ્ત ર વર્ષUT' પૂર્વધરળ “RUપિ ', તત્ત્વત: રણમfપ, 'अनुष्ठितमेतस्य'-द्रव्यस्तवस्य 'माहेसरीउ पुरिअ' मित्यादिवचनाद् , 'वाचकग्रन्थेषु तथा' धर्मरत्नमालादिषु 'एतद्गता' जिनभवनादिद्रव्यस्तवगता 'देशना चैव' श्रूयते, 'जिनभवन' fમત્યવિનતિ થાર્થ: I ૨૨૨૭ |
આ જ વિષયનું સમર્થન કહે છે
શ્રી વજસ્વામીએ પુષ્પાદિથી દ્રવ્યસ્તવ કરાવ્યો હતો અને પરમાર્થથી કર્યો પણ હતો, એમ આવશ્યક નિયુક્તિમાં પાઠ છે. તે આ પ્રમાણે
माहेसरीउ सेसा, पुरिअं नीआ हुआसणगिहाओ । गयणयलयमइवइत्ता, वइरेण महाणुभागेण ॥ ७७२ ।।
“મહાન પ્રભાવવાળા શ્રી આર્યવજસ્વામી આકાશમાં ઉડીને માહેશ્વરી નગરીમાં આવેલા હુતાશન ગૃહમાંથી (= વ્યંતરદેવના મંદિર પાસે આવેલા ઉદ્યાનમાંથી) પુષ્પો પુરિકાનગરીમાં લઈ આવ્યા.”
તથા શ્રી ઉમાસ્વાતિ મહારાજના ધર્મરત્નમાલા વગેરે ગ્રંથોમાં દ્રવ્યસ્તવનો ઉપદેશ વાંચવામાં આવે છે. તે આ પ્રમાણે
जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि ॥ १ ॥ यस्तृणमयीमपि कुटी, कुर्याद् दद्यात् तथैकपुष्पमपि । भक्त्या परमगुरुभ्यः, पुण्योन्मानं कुतस्तस्य ।। २ ।।
“જે જિનભવન, જિનબિંબ, જિનપૂજા અને (લખાવવા આદિથી) જિનાગમ (રચનાદિ) કરે છે, તેને મનુષ્ય, દેવ અને મોક્ષનાં સુખો રૂ૫ ફળો હથેલીમાં છે.”
“જે ભક્તિથી જિનેશ્વર ભગવાન માટે માત્ર ઘાસની ઝુંપડી બનાવે, તથા ભક્તિથી જિનેશ્વર ભગવાનને એક જ પુષ્પ ચઢાવે તેના પુણ્યનું માપ ક્યાંથી કરી શકાય? અર્થાત્ ન કરી શકાય.” (૨)
(આ ઉપદેશથી શ્રોતાને દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરાવવા દ્વારા શ્રી ઉમાસ્વાતિ મહારાજે પણ દ્રવ્યસ્તવ પણ કરાવ્યો છે. આથી આવશ્યક નિર્યુક્તિમાં સાધુઓને પુષ્પાદિથી પૂજાનો નિષેધ સ્વયં કરવાની અપેક્ષાએ છે, અનુમોદનાદિની અપેક્ષાએ નથી.) [૧૨૨૭].
દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો વિષય પૂર્ણ થયો. હિંસા-અહિંસાનું સ્વરૂપ (૧૨૭૭મી ગાથા સુધી.) आहेवं हिंसावि हु, धम्माय ण दोसयारिणित्ति ठिअं । एवं च वेअविहिआ, णिच्छिज्जइ सेह वामोहो ॥१२२८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org