SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके स्तवपरिज्ञा] [५३१ તો શું ચારિત્રનું પતન થઈ ગયા પછી ફરી છેલ્લે છેલ્લે મરણ સમયે પણ ચારિત્રનું પાલન થાય તો ચારિત્રની આરાધના ન કહેવાય ? ઉત્તર- વ્યવહારનયથી ચારિત્રનું પતન થવા છતાં મરણ સમયે પણ ચારિત્રનું પાલન થાય તો ચારિત્રની આરાધના છે. જ્યારે નિશ્ચયનયથી ચારિત્ર સ્વીકારના સમયથી માંડી મરણ સમય સુધી સતત આગમોક્ત વિધિથી ચારિત્રનું પાલન કરવાથી ચારિત્રની આરાધના થાય છે. [૧૨૦૭] आराहगो अ जीवो, सत्तट्ठभवेहि सिज्झई णिअमा । संपाविऊण परमं, हंदि अहक्खायचारित्तं ॥ १२०८ ॥ વૃત્તિ - “મારાંધવાશ નીવ:' પરમાર્થત: “ સ ર્વે:'-નમ્નપ: ‘સિદ્ધિયંતિ નિયમીત', कथमित्याह-'सम्प्राप्य 'परमं' प्रधानं 'हन्दि यथाख्यातचारित्रम्' अकषायमिति गाथार्थः ॥ १२०८ ॥ (આરાધનાનું ફળ જણાવે છે...) ચારિત્રનો આરાધક જીવ પરમાર્થથી સાત-આઠ ભવોથી પ્રધાન યથાખ્યાત ચારિત્રને પામીને અવશ્ય સિદ્ધ થાય છે. (પ્રશ્ન- સાત-આઠ ભવોની ગણતરી કેવી રીતે કરવી ? મનુષ્ય ભવમાંથી દેવલોકમાં; દેવલોકમાંથી મનુષ્ય ભવમાં એમ મનુષ્ય-દેવલોકમાં સાત-આઠભવો ગણવા કે આરાધનાના, એટલે કે જે ભવોમાં (જ્ઞાનાદિની) આરાધના થઈ હોય તે ગણવા ? ઉત્તર- જે ભવોમાં (જ્ઞાનાદિની) આરાધના થઈ હોય તેવા ભવો ગણવા. કારણ કે મનુષ્યદેવલોકના ભવો ગણવામાં સાત જ ભવ થાય. સાતમો ભવ મનુષ્યનો છે. ચારિત્રનો આરાધક મનુષ્યલોકમાં ઉત્પન્ન ન થાય, વૈમાનિક દેવલોકમાં જ ઉત્પન્ન થાય. એટલે આઠમા ભાવમાં મોક્ષમાં ન જઈ શકે. આથી સાત જ ભવ થાય, આઠ ભવ ન થાય. જો આઠમા ભવે દેવલોકમાં જઈને પછી મનુષ્યભવમાં મોક્ષ પામે તો નવ ભવ થાય. આથી આરાધનાના સાત-આઠ ભવો ગણવા. કોઈ જીવ સાત ભવોમાં આરાધના કરીને મોક્ષે જાય, તો કોઈ જીવ આઠ ભાવોમાં આરાધના કરીને મોક્ષ જાય. ઉત્કૃષ્ટ આરાધનાથી તો કોઈ જીવ તે જ ભાવમાં પણ મોક્ષમાં જાય છે.) [૧૨૦૮] दव्वत्थयभावत्थय-रूवं एअमिह होइ दट्ठव्वं । अण्णोण्णसमणुविद्धं, णिच्छयओ भणियविसयं तु ॥ १२०९ ॥ वृत्तिः- 'द्रव्यस्तवभावस्तवरूपमेतद्'-अनन्तरोक्त मिह भवति द्रष्टव्यं', किम्भूतमित्याह'अन्योऽन्यसमनुविद्धं', न केवलं, 'निश्चयतो भणितविषयमे 'वेति गाथार्थः ॥ १२०९ ॥ (બંને સ્તન પરસ્પર સંકળાયેલા છે તે જણાવે છે...) જિન ભવન નિર્માણાદિ દ્રવ્યસ્તવ અને ચારિત્રસ્વીકારરૂપ ભાવસ્તવ એ બે ભિન્ન હોવા છતાં ૧. મહૂમવા ૩ વ = ચારિત્ર સ્વીકારના આઠ ભવો છે, અર્થાતુ આઠ ભવોમાં ચારિત્રનો સ્વીકાર કર્યા પછી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય. (આ. નિ. ગા. ૮૫૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy