SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (૩) દેડકાની જેમ. અહીં હેતુમાં પિત્ (ક્યાંક) એવું વિશેષણ હોવાથી આકાશ વગેરેની સાથે અનેકાંતિક (= વિરોધ) નથી. અથવા આમાં બીજું અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે- (૧) આકાશમાં થયેલ પાણી સજીવ છે. (૨) કારણ કે સ્વાભાવિકપણે આકાશમાં ઉત્પન્ન થઈને આકાશમાંથી પડે છે. (૩) માછલાની જેમ. (૧) અગ્નિ સજીવ છે. (૨) કારણ કે યથાયોગ્ય આહાર કરીને વધે છે અને તેમાં વૃદ્ધિના વિકારો દેખાય છે. (૩) પુરુષની જેમ. (૧) વાયુ સજીવ છે. (૨) કારણ બીજાની પ્રેરણા વિના અનિયમિત દિશામાં તિહુઁ જ ગમન કરે છે. (૩) ગાય વગેરેની જેમ. અહીં અનુમાનપ્રયોગમાં ‘તિહુઁ જ’ એમ અવધારણ હોવાથી પરમાણુ આદિ સાથે અનેકાંતિકનો (= વિરોધનો) સંભવ નથી. (૧) બકુલ, અશોક, દાડમ, આમ્ર, બીજોરું, કોળું, કાલિંગી, કાકડી વગેરે વનસ્પતિવિશેષો સજીવ છે. (૨) કારણ કે જન્મ, જરા, જીવન, મરણ, આરોહણ, ક્ષત, આહાર, ગ્રહણ, દોહલા અને રોગચિકિત્સાના સંબંધવાળા છે. (૩) જ્યાં જ્યાં જન્મ વગેરે જોઈએ છીએ ત્યાં ત્યાં ચૈતન્ય પણ જોઈએ છીએ. (૪) જેમકે સ્ત્રીઓમાં. (૫) જ્યાં જ્યાં ચૈતન્ય નથી ત્યાં ત્યાં જન્માદિ પણ નથી. (૫) જેમકે સુકું ઘાસ, ભસ્મ વગેરેમાં. આ વૈધર્મી દૃષ્ટાંત છે. કદાચ અહીં બીજાને શંકા થાય કે- આ હેતુઓ પ્રત્યેક (એક એક અલગ) લીધા હોવાથી અનેકાંતિક છે. તે આ પ્રમાણે- “જ્ઞન્મવત્ત્વાત્ એ એકલો હેતુ અનેકાંતિક છે’ એ પક્ષધર્મ (= પ્રતિજ્ઞા) છે. કારણ કે અન્નવત્ત્વ (= જન્મ) અચેતન પદાર્થોમાં પણ જોવામાં આવે છે. ‘દહીં થયું (= દહીંની ઉત્પત્તિ થઈ) એમ વ્યવહાર થાય છે' એ દૃષ્ટાંત છે. તથા નરાવત્ત્વ (જરા) હેતુ પણ અનેકાંતિક છે. આમાં ‘વસ્ત્ર જુનું થઈ ગયું, મદિરા જુની થઈ ગઈ એમ વ્યવહાર થાય છે’ એ દૃષ્ટાંત છે. તથા ‘જીવન’ એ હેતુ પણ અનેકાંતિક છે. કારણ કે વિષ રહ્યું (= જીવ્યું) અને સુવર્ણ નાશ પામ્યું (= મર્યુ) એમ વ્યવહાર થાય છે. તથા દારુ ગોળનો આહાર કરે છે. નાશ પામેલાં (= બગડી ગયેલાં) મઘોને ઉપાયોથી મૂળ સ્વભાવવાળાં કરવાં એને ચિકિત્સા કહેવાય છે. (આમ પ્રત્યેક હેતુ અનેકાંતિક છે.) તમારું કહેવું બરોબર છે. જન્મ વગેરે પ્રત્યેક હેતુ અનેકાંતિક છે. પણ બધાય ભેગા કોઈ અચેતનમાં જોવામાં આવતા નથી, સ્ત્રી વગેરે જીવોમાં જ અને દાડમ, બીજોરું, કોળાની વેલડી વગેરેમાં જોવામાં આવે છે. આથી અનેકાંતિક (= વિરોધ) દૂર થઈ ગયો. પ્રાસંગિક વિષયથી સર્યું, હવે પ્રસ્તુત વિષયને શરૂ કરીએ છીએ. [૬૪૫ થી ૬૪૮] बेइंदियादओ पुण, पसिद्धया किमिपिपीलिभमराई । वयाइं साहिज्ज विहिणा उ ।। ६४९ ।। कहिऊण तओ पच्छा, ૧. ન્યાયની ભાષામાં અનેકાંતિક એટલે વ્યભિચાર. જે હેતુ સાધ્યને છોડીને બીજે રહે તે હેતુમાં (સાધ્યને છોડીને બીજે રહેવારૂપ) વ્યભિચાર દોષ છે. આથી તે હેતુ વ્યભિચારી (અનેકાંતિક) કહેવાય. ૨. અહીં ટીકામાં વક્ષ્યમાળપક્ષસંધિનો એવો પાઠ છે. તેના સ્થાને વિવક્ષમાળપક્ષસન્ધિનો એવો પાઠ હોવો જોઈએ. તેનો અર્થ આ પ્રમાણે થાય- જેની વિવક્ષા છે તે પક્ષના સંબંધી વનસ્પતિવિશેષો. અહીં વનસ્પતિ પક્ષ છે, પણ કેવળ વનસ્પતિ પક્ષ નથી, કિંતુ લીલી વનસ્પતિ પક્ષ છે. માટે લીલી વનસ્પતિસંબંધી વનસ્પતિવિશેષો પક્ષ છે, સુકી વનસ્પતિસંબંધી વનસ્પતિવિશેષો નહિ, મુદ્રિત પાઠ પ્રમાણે અર્થ સંગત થઈ શકે તો વિદ્વાનોએ તે પાઠ પ્રમાણે અર્થ કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy