________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ ૪૨૨
બીજાઓની વિકથાઓનો વિનાશ કર્યો છે. [૯૦૬-૯૦૭). अधिकृतद्वारगाथायां सर्वद्वाराणामेवैदम्पर्यमाह
विस्सोअसिगारहिओ, एव पयत्तेण चरणपरिणामं ।
रक्खिज्ज दुल्लहं खलु, लद्धमलद्धं व पाविज्जा ॥९०८ ॥ वृत्तिः- “विश्रोतसिकारहितः' संयमानुसारितोविघातवज्जित: सन् ‘एवम्' उक्तेन प्रकारेण गुर्वासेवनादिना 'चरणपरिणामम'चिन्त्यचिन्तामणिरूपं 'रक्षेत, दुर्लभं खलु लब्धं' सन्तम्, 'अलब्धं वा प्राप्नुयाद्' एवमेवेति गाथार्थः ॥ ९०८ ॥
પ્રસ્તુત દ્વારની ગાથામાં સઘળાંય ધારોનો નિચોડ કહે છે–
સાધુ સંયમાનુસારી ચિત્તના વિઘાતથી રહિત બનીને, અર્થાત્ સંયમાનુસારી ચિત્તવાળા બનીને, દુર્લભ અને અચિંત્યચિંતામણિરૂપ પ્રાપ્ત થયેલા ચારિત્રપરિણામની ઉક્ત રીતે ગુરુસેવા આદિથી રક્ષા કરે, અને જો ચારિત્રપરિણામ પ્રાપ્ત ન થયો હોય તો ગુરુસેવા આદિથી જ પ્રાપ્ત કરે છે. [૯૦૮] एतदेव भावयन्नाह
णो उवठावणएच्चिअ, निअमा चरणंति दव्वओ जेण ।
साऽभंव्वाणवि भणिआ, छउमत्थगुरुण सफला य ॥ ९०९ ॥ वृत्तिः- 'नोपस्थापनायामेव' कृतायां सत्यां 'नियमाच्चरणमिति', कुत इत्याह-'द्रव्यतो येन' कारणेन ‘सा अभव्यानामपि भणिता' उपस्थापना अङ्गारमर्दकादीनां, 'छद्मस्थगुरूणां' विधिकारकाणां 'सफला चा'ज्ञाराधनादिति गाथार्थः ।। ९०९ ।।
આ જ વિષયને વિચારે છે–
ઉપસ્થાપના થઈ જાય એટલા માત્રથી ચારિત્રપરિણામ થઈ જ જાય એવો નિયમ નથી. કારણ કે દ્રવ્યથી ઉપસ્થાપના અંગારમર્દક આચાર્ય વગેરે અભવ્ય જીવોની પણ કહી છે. છતાં તેમનામાં ચારિત્રપરિણામ હોતા નથી.) છતાં ઉપસ્થાપનાની વિધિ કરાવનારા છમસ્થ ગુરુઓનો પ્રયત્ન સફલ છે. કારણ કે તેમણે જિનાજ્ઞાની આરાધના કરી છે. [૯૦૯]
૧. આ જગતમાં આપણે જેવું બીજાને આપીએ તેવું આપણને મળે એ ત્રિકાલાબાધિત નિયમ છે. આથી જ કલિકાલસર્વજ્ઞ આચાર્ય
શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે વેદ વિતતિ રા તાદTITઘરે પતર્ = બીજાને જેવું આપવામાં આવે તેવું ફળ મળે છે. આ જગત પડઘા જેવું છે. કૂવા વગેરેમાં આપણે જે બોલીએ તેનો જ પડઘો પડે છે. આપણે મહાનુભાવ! એમ બોલીએ તો મહાનુભાવ એવો જ પડઘો પડે છે. આપણે ગદ્ધો એમ બોલીએ તો ગદ્ધો એવો પડઘો પડે છે. જગત પડઘા જેવું હોવાથી આપણે બીજાને જે આપીએ છીએ તે જ પાછું આપણી પાસે આવે છે. આનાથી આપણને બે બોધપાઠ મળે છે. એક બોધપાઠ એ મળે છે કે વર્તમાનમાં આપણને જે કંઈ મળે છે તે આપણે બીજાઓને જે આપ્યું હતું તે જ મળે છે. માટે કોઈ દુઃખ આપે તો તેના ઉપર ક્રોધ ન કરવો જોઈએ. બીજો બોધપાઠ એ મળે છે કે ભવિષ્યમાં આપણને દુઃખ ન જોઈતું હોય તો બીજાને દુઃખ આપવાનું બંધ કરી દેવું જોઈએ. એ માટે આપણાથી બીજાને દુઃખ ન થાય તે રીતે જીવન જીવવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org