________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ ४१९
સમજવું. અપરિણત આદિ કે વિહાર કરવાના સ્વભાવવાળો (વિહારની વિશેષ રુચિવાળો) શિષ્ય વિશેષ પ્રકારનો શિષ્ય સમજવો. [૯૦૧]
उक्तं विहारद्वारम्, यतिकथाद्वारमाह
યતિકથાકાર
सज्झायाईसंतो, तित्थयरकुलाणुरूवधम्माणं ।
कुज्जा कहं जईणं, संवेगविवढणं विहिणा ॥ ९०२ ॥
वृत्ति:- 'स्वाध्यायादिश्रान्तः ' सन् 'तीर्थकरकुलानुरूपधर्म्माणां' महात्मनां किमित्याह'कुर्यात् कथां यतीनां संवेगविवर्द्धनीं 'विधिना' आसनाचलनादिनेति गाथार्थः ॥ ९०२ ॥
વિહારદ્વાર કહ્યું, હવે યતિકથાદ્વાર કહે છે—
સ્વાધ્યાય આદિથી શ્રાન્ત થયેલ સાધુ સ્થિર આસન આદિ વિધિપૂર્વક તીર્થંકરોના કુલને (=તીર્થંકરના સાધુઓની પરંપરાને) અનુરૂપ ધર્મ કરનારા મહાત્માઓની સાધુઓના સંવેગને વધારનારી કથા કરે. [૯૦૨]
एतदेवाह
जिणधम्मसुद्विआणं, सुणिज्ज चरिआई पुव्वसाहूणं । साहिज्जइ अन्नेसिं, जहारिहं भावसाराई ॥ ९०३ ॥
वृत्ति:- 'जिनधर्मसुस्थितानां' सम्बन्धीनि 'श्रृणुयाच्चरितानि' - चेष्टितानि 'पूर्वसाधूनां' महात्मनां, 'साधयेच्चान्येभ्यः', कथयेदित्यर्थः, 'यथार्हं भावसाराणि', विनयपरिणत्यनुरूपाणीति गाथार्थः ॥ ९०३ ॥
यथा
भयवं दसन्नभद्दो, सुदंसणो थूलभद्द वइरो अ ।
सफलीकयगिहचाया, साहू एवंविहा होंति ॥ ९०४ ॥
वृत्ति:- 'भगवान् दशार्णभद्रो' राजर्षिः 'सुदर्शनः स्थूलभद्रो वज्रश्च सफलीकृतगृहत्यागाः ' महापुरुषाः 'साधव एवंविधा भवन्तीति' गाथार्थः । कथानकानि क्षुण्णत्वान्न लिखितानि ॥ ९०४ ॥
Jain Education International
આ જ વિષય કહે છે—
જૈનધર્મમાં અત્યંત નિશ્ચલ રહેલા પૂર્વકાલીન સાધુમહાત્માઓના ચરિત્રો સાંભળે, અથવા યથાયોગ્ય બીજાઓને વિનયની પરિણતિ થાય તે પ્રમાણે કહે, જેમ કે- ભગવંત દશાર્ણભદ્ર રાજર્ષિ, શ્રી સુદર્શનશેઠ, આર્યશ્રી સ્થૂલભદ્રસ્વામી અને આર્યશ્રી વજસ્વામી. ગૃહત્યાગને સફલ કરનારા સાધુ મહાપુરુષો આવા (ઉત્તમ) હોય છે. દશાર્ણભદ્ર રાજર્ષિ વગેરેની કથાઓ પ્રસિદ્ધ હોવાથી અહીં सजी नथी. [८०३-८०४]
For Private & Personal Use Only
www.jainelibrary.org