________________
४०६ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
બાહ્ય પણ તપ અનુષ્ઠાન કરવું જોઈએ. પ્રાયશ્ચિત્તાદિ અભ્યતર તપ તો પ્રાયઃ મોક્ષવાદી બધા જ 'સાધુઓને સ્વરૂપથી સિદ્ધ છે = પ્રસિદ્ધ છે, બધાજ સાધુઓને અત્યંતર તપ ન કરવાનો બધી રીતે નિષેધ છે. (અર્થાત્ અત્યંતર તપ કરવાનું વિધાન છે. ન કરે તો દંડ થાય.) ૮૬૩-૮૬૪]
વિચારદ્વાર उक्तं तपोद्वारं, विचारद्वारमधिकृत्याह
सम्मं विआरिअव्वं, अत्थपदं भावणापहाणेणं ।
विसए अ ठाविअव्वं, बहुस्सुअगुरुसयासाओ ॥ ८६५ ।। वृत्तिः- 'सम्यक्' सूक्ष्मेण न्यायेन 'विचारयितव्यमर्थपदं भावनाप्रधानेन' सता, तस्या एवेह प्रधानत्वात्, तथा विषये च स्थापयितव्यं', तदर्थपदं, कुत इत्याह-'बहुश्रुतगुरुसकाशात्', न स्वमनीषिकयेति गाथार्थः ॥ ८६५ ॥
તપદ્વાર કહ્યું, હવે વિચારધારને આશ્રયીને કહે છે
ભાવનાજ્ઞાનની પ્રધાનતાવાળા બનીને, અર્થાત્ ભાવનાજ્ઞાનને પ્રધાન રાખીને, અર્થપદોની સૂક્ષ્મયુક્તિથી વિચારણા કરવી જોઈએ, અને બહુશ્રુતગુરુઓ પાસેથી જાણીને જે અર્થપદનો જે અર્થ થતો હોય તે અર્થ કરવો જોઈએ, કોઈપણ અર્થપદનો અર્થ સ્વબુદ્ધિથી ન કરવો જોઈએ.
પ્રશ્ન- ભાવનાજ્ઞાનને પ્રધાન રાખવાનું શું કારણ?
ઉત્તર- શ્રુતાદિ ત્રણે જ્ઞાનમાં ભાવનાજ્ઞાન જ મુખ્ય છે માટે ભાવના જ્ઞાનને પ્રધાન રાખવાનું . [८६५] एतदेवाह
जइ सुहुमइआराणं, बंभीपमुहाइफलनिआणाणं ।
जं गरुअं फलमुत्तं, एअं कह घडइ जुत्तीए ? ॥ ८६६ ॥ वृत्तिः- 'यथा 'सूक्ष्मातिचाराणां' लघुचारित्रापराधानां, किंभूतानामित्याह ‘ब्राह्मीप्रमुखादिफलनिदानानां'-कारणानां, प्रमुखशब्दात् सुन्दरीपरिग्रहः, आदिशब्दात्तपस्तपनप्रभृतीनां, 'यद् गुरुफलमुक्तं सूत्रे स्त्रीत्वकिल्बिषिकत्वादि एतत्कथंघटते?युक्त्या', कोऽस्य विषयः? इति गाथार्थः ॥ ८६६ ।। तथा
सइ एअम्मि अ एवं, कहं पमत्ताण धम्मचरणं तु ? ।
अइआरासयभूआण हंदि मोक्खस्स हेउत्ति ॥ ८६७ ॥ ૧. ગુણ કે દોષ હેતુ, સ્વરૂપ અને અનુબંધ એમ ત્રણ પ્રકારે હોય છે. તેમાં અહીં સર્વવાદીઓમાં સ્વરૂપથી અત્યંતર તપ સિદ્ધ છે.
હેતુ, સ્વરૂપ અને અનુબંધ એ ત્રણેથી તો અત્યંતર તપ એક જૈનશાસનમાં જ સિદ્ધ છે. ૨. અર્થબોધક પદો તે અર્થપદો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org