SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [४०१ બીજાનો વિચાર જણાવે છે– કદાચ કોઈ એમ કહે કે- શ્રુતમાં તલ્લીન રહેતા અને પરમાર્થના જાણકાર મુનિને ચારિત્રપ્રાપ્તિથી થયેલા શુભાશયથી અને મોક્ષાનુરાગ રૂપે સંવેગથી બ્રહ્મચર્યમાં પીડા ન થાય. (પૂર્વગાથામાં બ્રહ્મચર્યની જેમ તપ કરવો જોઈએ એમ જે કહ્યું છે તેનો આશય એ છે કે જેમ બ્રહ્મચર્યના પાલનમાં પીડા થવા છતાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તેમ તપમાં પીડા થવા છતાં તપ કરવો જોઈએ. સુખાસક્ત જીવોને બ્રહ્મચર્ય અને તપ એ બંનેમાં પીડા થાય. પણ વાદીનું કહેવું છે કે મુનિઓને બ્રહ્મચર્યમાં પીડા ન થાય માટે સાધુઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું એ બરોબર છે, પણ તપમાં તો મુનિઓને પણ પીડા થાય માટે તપ ન કરવો જોઈએ.) [૮૫૧] अत्रोत्तरमाह तुल्लमिअमणसणाओ, न य तं सुहझाणबाहगंपि इहं । कायव्वंति जिणाणा, किंतु ससत्तीऍ जइअव्वं ॥ ८५२ ॥ वृत्ति:- 'तुल्यमिदं'-शुभाशयादि 'अनशनादौ' तपसि, 'न च 'तद्' अनशनादि 'शुभध्यानबाधकमपि 'अत्र' धर्मे 'कर्त्तव्यमिति 'जिनाज्ञा' जिनवचनं, 'किन्तु स्वशक्त्या યતિતવ્યમત્ર' વિના તિ થાર્થઃ || ૮ર // ता जह न देहपीडा, ण यावि चिअमंससोणिअत्तं तु । जह धम्मझाणवुड्डी, तहा इमं होइ कायव्वं ॥ ८५३ ॥ वृत्तिः- यस्मादेवं तस्माद्यथा नदेहपीडा'संयमोपघातिनी, नचापिचितमांसशोणितत्वं' संयमोपघातकमेव, तथा यथा धर्मध्यानवृद्धि'देहस्वास्थ्येन तथेदम्'-अनशनादि भवतिकर्त्तव्यं', यथोक्तम्-"कायो न केवलमयं परितापनीयो, मृष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेषु वश्यानि येन च तथा चरितं जिनानाम् ॥ १ ॥ इति गाथार्थः ।। ८५३ ।। વાદીના ઉક્ત કથનનો જવાબ આપે છે– તમે શુભાશય વગેરેથી બ્રહ્મચર્યમાં સાધુઓને પીડા ન થાય એમ જે કહ્યું તે દલીલ તો તપમાં પણ સમાન છે, અર્થાત્ સાધુઓને શુભાશય વગેરેથી જેમ બ્રહ્મચર્યમાં પીડા ન થાય, તેમ તપમાં પણ પીડા ન થાય. કદાચ કોઈ એમ કહે કે તપ શુભધ્યાનમાં બાધક છે તો તે પણ બરાબર નથી. તપ શુભધ્યાનમાં બાધક નથી. હા, અત્યંત ખેંચીને શક્તિથી અધિક તપ કરવામાં આવે તો કોઈ જીવને તપ ધ્યાનમાં બાધક પણ બને. પણ તેવો તપ કરવાની જિનાજ્ઞા નથી. જેમ ધર્મ કરવો જોઈએ એવી જિનાજ્ઞા છે, એમ સાથે સાથે તપ વગેરે ધર્મ યથાશક્તિ કરવો જોઈએ એવી પણ જિનાજ્ઞા છે. [૮૫] આથી સંયમનો ઉપઘાત થાય તેવી દેહપીડા ન થાય, અને સંયમનો ઉપઘાત થાય તેવી જ માંસલોહીની પુષ્ટિ પણ ન થાય, તથા શરીરસ્વાથ્યથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય તે રીતે અનશનાદિ તપ કરવો જોઈએ. કહ્યું છે કે- “આ કાયાને કેવલ કષ્ટ જ ન આપવું જોઈએ, તેમ બહુ પ્રકારના રસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy