________________
[ ૮ ]
સંખનાવસ્તુ- કાયા અને કષાયાદિને કૃશ કરનારી તમામ તપ ક્રિયા સંલેખના શબ્દથી ઓળખાય એવી હોવા છતાં પ્રસ્તુતમાં જીવનના અંતકાળે થતી તપ ક્રિયાને “સંલેખના” શબ્દથી ઓળખવાની સ્પષ્ટતા સાથે પ્રારંભાતા આ વિભાગમાં જિનકલ્પાદિ વિભાગો, પરિકર્મ, તપ, શ્રત બલની ભાવના, દશવિધ સામાચારી, સંલેખના ભાવના, આત્મહત્યાથી સંલેખનાનું જુદાપણું. સંખનાનું ફળ-દર્શન, ઈત્યાદિ અનેક વિષયો પર સુંદર પ્રકાશ પાથરવામાં આવ્યો છે. સંલેખના કોણ સ્વીકારી શકે ? એનામાં કેટલી યોગ્યતા હોવી જોઈએ? સંલેખના સ્વીકારનારે કઈ કઈ બાબતો અંગે સાવધાન રહેવું જોઈએ ? અસાવધાની આવી જતાં કેટલું નુકશાન થાય ? વગેરે મહત્ત્વના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપતા આ વિભાગની પૂર્ણતા સાથે “પંચવસ્તુક ગ્રંથ' સમાપ્ત થાય છે.
મૂળ ગ્રંથનો આટલો પરિચય આપ્યા બાદ પ્રસ્તુત ગુજરાતી ભાવાનુવાદ, ભાવાનુવાદ શૈલી અને ભાવાનુવાદકારશ્રીનો થોડો પરિચય મેળવીએ :
પંચ વસ્તુક ગ્રંથ' વર્ષો પૂર્વે મૂળ અને ટીકા માત્ર મુદ્રિત થયો હતો. હાલ એ અપ્રાપ્ય છે અને જ્ઞાનભંડારોમાં પ્રાપ્ય એની નકલો જર્જરિત થઈ જવા પામી હોવાથી એનું પુનઃમુદ્રણ વર્ષોથી જ આવશ્યક તો હતું જ. આવી પરિસ્થિતિમાં વિશેષ આનંદની વાત એ બની રહે છે કે, આજે પંચવસ્તુક ગ્રંથ ગુજરાતી ભાવાનુવાદ સાથે પ્રકાશિત બની રહ્યો છે. આ ભાવાનુવાદની વિશેષતા એ છે કે, ગ્રંથ અને સ્વોપજ્ઞ-ટીકાનો અર્થ બેસાડવામાં અને રહસ્યાર્થ સમજવામાંય આ ભાવાનુવાદ ઉપકારી બને, એ રીતે લખાયું છે. આ વિવેચનમાં જેમ બિનજરૂરી લંબાણ નથી, એમ જરૂરી લંબાણને કોઈ જગાએ ટૂંકાવવામાંય નથી આવ્યું. ટીકાની સાથે સાથે આગળ વધતો ભાવાનુવાદ જાણે પંચવડુક ગ્રંથ રૂપ નદીના બે કિનારાની જેમ ખળખળ નાદે આગળ વધતો જોવાય છે. ટીકાનો કોઈ અક્ષર આમાં છોડી દેવામાં નથી આવ્યો, છતાં આ ભાવાનુવાદને માત્ર શબ્દાર્થ ન ગણી શકાય. ભાવાનુવાદ શૈલીની સુગમતા અને પદાર્થોને સ્પષ્ટ કરવાની વિદ્વત્તા- આ બેનો ખ્યાલ તો આ ગ્રંથના અભ્યાસી વાચકને જ આવી શકે. આમ છતાં એમ કહેવામાં અતિશયોક્તિ નથી લાગતી કે સંસ્કૃતનો અનભ્યાસી પણ આ ગુજરાતી-વિવેચનની સહાયથી મૂળ-ગ્રંથના પદાર્થોને સહેલાઈથી સમજી શકવામાં સફળ બન્યા વિના નહિ જ રહે ! ટીકાના કેટલાક પદાર્થો અન્ય ગ્રંથોના આધારે વધારે પરિફુટ બનાવીને ટિપ્પણી તરીકે આ ભાવાનુવાદમાં મૂકવામાં આવ્યા છે, જે ભાવાનુવાદની ઉપયોગિતામાં ઠીક ઠીક ઉમેરો કરી જાય એવા છે.
વિવેચનકાર પૂ. આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજનો સાચો પરિચય તો આ અનુવાદ જ આપી શકે ! છતાં ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે, સરસ્વતી, સંયમ-સાધના અને સમતાની ત્રિવેણી એટલે જ પૂજ્ય વિવેચનકારશ્રી ! સમજવું હજી સહેલું છે. સમજેલું સમજાવવું ય હજી કઠિન નથી. પણ સમજેલાને લખવા દ્વારા સમજાવવું એ તો ભીષ્મ સાધના માંગી લે, એવી એક સિદ્ધિ છે ! આ અર્થમાં પૂ. ભાવાનુવાદકારશ્રીને આવી સિદ્ધિ જાણે સ્વયંવરા બનીને વરી હોય, એમ એમના દ્વારા અનુવાદિત અનેક ગ્રંથો જોતા લાગ્યા વિના નથી રહેતું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org