SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭] સમજાવવાની શાસ્ત્રીય પદ્ધતિ. અનુજ્ઞા-સંમતિ ન મળે તોય માત-પિતાનો ત્યાગ કરીને સ્વીકારાતા સંયમ ધર્મની સ્વપરોપકારકતા. દીક્ષા-દાન માટેના શુભાશુભ નક્ષત્ર-તિથિ આદિ સ્વરૂપ કાળવિચાર. પ્રશ્ન, કથા અને પરીક્ષાથી મુમુક્ષુની યોગ્યતાનો નિર્ણય. દીક્ષા-વિધિ. હિતશિક્ષા-પ્રદાન. આવા અનેક વિષયો પ્રથમ વસ્તુના વિવેચનમાં વર્ણવાયા છે. જે દીક્ષા-બાલદીક્ષા આદિના વિષયને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવા ઉપયોગી થાય એવા છે. દીક્ષા-વિષયક જે કુતર્કો આજના કાળમાં ફાલી-ફુલી રહ્યા છે, એ તમામના સચોટ અને સજ્જડ જવાબો પ્રથમ-વસ્તુના આ વિવેચનમાંથી જ જડી આવતાં ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની યુક્તિ-કુશળતા ઉપર એવો અહોભાવ જાગ્યા વિના ન જ રહે કે, આજના કુતર્કોને વર્ષો પૂર્વે સજ્જડ જવાબ આપનારા ભાવિદષ્ટા આ મહાપુરુષ કેવી અપૂર્વ બુદ્ધિ પ્રતિભાના બેતાજ બાદશાહ હશે ! પ્રતિદિન ક્રિયાવસ્તુ પ્રતિલેખનાદિ ક્રિયાઓ દ્વારા સાધુતાની સફળતા. પ્રતિલેખનાદિ પ્રતિદિન કરવા યોગ્ય ૧૧ ક્રિયાઓ. પ્રતિલેખનાદિની શાસ્ત્રીય-વિધિ. ભિક્ષાવિધિ. સાધુના આહાર-પાણીની ગુપ્તતા. અંડિલભૂમિની શુદ્ધાશુદ્ધતા. કાઉસ્સગ્ગ તથા પચ્ચક્ખાણનો વિચાર. આગમના અધ્યયન-કાળની વિચારણા. આગમના અધ્યયન માટે જરૂરી યોગની વિધિ. આવા અનેક વિષયોની વિસ્તૃત અને અત્યંત સૂક્ષ્મ વિચારણા બીજી વસ્તુની વિવેચનામાં કરવામાં આવી છે. આનું બરાબર અધ્યયન કરવામાં આવે, તો સાધુના આંતર-બાહ્ય જીવનની કેટલી બધી તલસ્પર્શી કાળજી શાસ્ત્રકારોએ લીધી છે ! એનો ખ્યાલ આવતાં જ આપણું મસ્તક આવા શાસ્ત્રોના મૂળસ્રોત સમા તારક તીર્થકર ભગવંતોને નમ્યા વિના ન રહે ! ઉપસ્થાપનાવસ્તુ- ઉપસ્થાપના-વ્રતસ્થાપના-વડી દીક્ષા એટલે દીક્ષિતની વ્રતમાં સ્થાપના. વ્રતસ્થાપનની યોગ્યતાનો વિચાર. મહાવ્રત-નિરૂપણ. ગુરુકુલવાસ દ્વારા ગુણનો લાભ. ગુરુકુલવાસ અને ગચ્છવાસની સંલગ્નતા. વસતિના ગુણ દોષ. ભિક્ષામાં ટાળવા યોગ્ય આધાકર્માદિ દોષો. ઉપધિ-ઉપકરણની સંખ્યા અને સ્વરૂપ, તપના બાહ્યાભ્યતર ભેદ. આ રીતની ત્રીજી વસ્તુની વિચારણા મુખ્યત્વે વડીદીક્ષા અને વડીદીક્ષા-વિષયક અનેક પદાર્થોના ઊંડા અવલોકનથી સમૃદ્ધ છે. અનુયોગ-ગણાનુજ્ઞાવસ્તુ-અનુયોગ-ગણાનુજ્ઞા એટલે યોગ્ય શિષ્યની આચાર્યપદપરસ્થાપના. અયોગ્યને પદ ઉપર સ્થાપવાથી અને યોગ્યને પદ ઉપર નહિ સ્થાપવાથી પણ ઉદ્ભવતા દોષો. ગણાનુજ્ઞા. કાલગ્રહણની વિધિ. આચાર્યપદ સ્થાપના અંગેની વિધિની મહત્તા. ગીતાર્થતાનું સ્વરૂપ. આમ, ચોથી વસ્તુના સ્વરૂપદર્શનમાં આચાર્યપદ સ્થાપના અંગે ખૂબ જ મહત્ત્વનું માર્ગદર્શન કરાવવામાં આવ્યું છે. આ વિભાગના સ્તવપરિજ્ઞા' નામક પેટા-વિભાગમાં જિનમૂર્તિજિનમંદિરના નિર્માણની વિધિ, પ્રતિષ્ઠા કઈ રીતે કરવી ? પ્રભુપૂજાની વિધિ, પૂજામાં પુષ્પાદિપૂજાની હિંસા હિંસા કેમ ન ગણાય ? ઈત્યાદિ ઘણી જ મહત્ત્વની બાબતો પર શાસ્ત્રીય પ્રકાશ પાથરવામાં આવ્યો છે, જે ખૂબ જ મનનીય છે. પ્રાંતે નૂતનાચાર્યને અને ગચ્છને અપાતી હિતશિક્ષાનું સ્વરૂપ તો અત્યંત માર્મિક અને મનનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy