________________
૨૬૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
આ જ વિષય કહે છે
વિધિપૂર્વક સૂત્રદાન કરવાથી અવશ્ય જિનાજ્ઞાની આરાધના થાય છે, કારણ કે સમ્યફ પ્રવૃત્તિ થાય છે, (સમ્યક પ્રવૃત્તિ કરવાથી જિનાજ્ઞાની આરાધના થાય.)
તથા કોઈ એક વિધિથી કરે તે જોઈને બીજો પણ વિધિથી કરે, તેને જોઈને ત્રીજો પણ વિધિથી કરે. એમબીજા જીવોની વિધિદર્શનની પરંપરા ચાલવાથી (શુદ્ધ) માર્ગટકે છે. કારણ કે જીવોને ઉન્માર્ગ (= ખોટો માર્ગ) જોવા મળતો નથી. વિધિપૂર્વક કરવાથી વિધિ જોનાર બીજા જીવોને અને પોતાને પણ સુપ્રશસ્ત સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. (થયેલું સમ્યકત્વ વધારે વિશુદ્ધ અને દઢ બને છે.) તથાવિધિપૂર્વક કરવાથી મોક્ષફલ આપનારી સંયમારાધના અને આત્મારાધના થાય છે. [૫૯૬-૧૯૭].
तं पुण विचित्तमित्थं, भणियं जं जम्मि जम्मि अंगाओ।
तं जोगविहाणाओ, विसेसओ एत्थ णायव्वं ॥ ५९८ ॥ दारं ।। वृत्ति:- 'तत्पुनः' उपधानं 'विचित्रम् अत्र' प्रवचने 'भणितं यद् यस्मिन् यस्मिन् अङ्गादौ' अङ्गश्रुतस्कन्धाध्ययनेषु 'तत् योगविधानाद्' ग्रन्थात् 'विशेषतः अत्र' अधिकारे 'ज्ञातવ્યકતિ | ધ૧૮ |
તે તપ શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન કહ્યો છે. જે જે અંગ, શ્રુત, સ્કંધ અને અધ્યયનમાં જે જે તપ કહ્યો હોય તે તે અહીં યોગવિધિના ગ્રંથને જોઈને વિશેષથી જાણી લેવો. [૫૯૮]
શુદ્ધગુરુ દ્વાર गुरुणावि चरणजोए, ठिएण देअं विसुद्धभावेणं ।
भावा भावपसूई, पायं लोगेऽवि सिद्धमिअं ।। ५९९ ।। दारं ।। वृत्तिः- 'गुरुणाऽपि' आचार्यादिना 'चरणयोगे स्थितेन' शुद्धव्यापाररूपे, 'देयं' एतत्सूत्रं 'विशुद्धभावेन' उपयुक्तेन, किमित्येतदेवमित्याह-'भावाद्भावप्रसूतिः' शुभाच्छुभस्य, 'प्रायो लोकेऽपि सिद्धमिदं'-भाविताद्वक्तुर्भावप्रतिपत्तिरिति गाथार्थः ।। ५९९ ॥
આચાર્ય વગેરે ગુરુએ પણ શુદ્ધ ક્રિયારૂપ ચરણયોગમાં રહીને ઉપયોગપૂર્વક વિશુદ્ધભાવથી સૂત્ર આપવું. કારણ કે પ્રાયઃ શુભભાવથી શુભભાવ પેદા થાય છે. લોકમાં પણ શુભભાવથી ભાવિત વક્તાથી શુભભાવ પેદા થાય છે એ સિદ્ધાંત સિદ્ધ છે. [૫૯].
बज्झचरणाउ नेअं, विसुद्धभावत्तणं विसुद्धाओ ।
बज्झे सइ आणाओ, इअराभावेवि न उ दोसो ॥६०० ॥ वृत्ति:- 'बाह्यचरणात्' सकाशात् 'ज्ञेयं विशुद्धभावत्वम्' आन्तरं चरणरूपं, 'विशुद्धाद् આપણા શુભ કે અશુભ ભાવની બીજી વ્યક્તિ ઉપર અસર થાય છે. પણ તેમાં નિયમ એ છે કે, આપણો ભાવ પ્રબળ હોવો જોઈએ, સામાન્ય ભાવની પ્રાયઃ અસર ન થાય. તથા સામી વ્યક્તિમાં પણ આપણા ભાવને ઝીલવાની યોગ્યતા હોવી જોઈએ. આ બંનેનો યોગ થાય તો આપણા શુભ કે અશુભ ભાવની બીજી વ્યક્તિ ઉપર અસર થાય. ભાવો ચેપી રોગ જેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org