________________
૨૪૪ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्तिः- 'भावितजिनवचनानां' प्राणिनां 'ममत्वरहितानां' सामायिकवतां 'नास्त्येव विशेषः' भेदः, आत्मनि परेच' तुल्यशीले, 'ततःवर्जयेत्पीडामुभयोरपि'-स्वपरयोरपीति गाथार्थः ।। ५३९ ॥
યથાસમાધિ એમ શા માટે કહ્યું? એ વિષે કહે છે
જિનવચનથી ભાવિત અને સમભાવવાળા જીવોને સ્વ અને પરમાં ભેદ હોતો નથી, અર્થાત્ સ્વ અને પર એ બંનેમાં સમાન ભાવવાળા હોય છે, આથી તે સ્વ-પર બંનેની પીડાનો ત્યાગ કરે. [૩૯] इहैव प्रक्रमे वैयावृत्त्यविधिमाह
पुरिसं तस्सुवयारं, अवयारं चऽप्पणो अ नाऊणं । ___ कुज्जा वेआवडिअं, आणं काउं निरासंसो ॥ ५४० ॥ वृत्तिः- 'पुरुषम्' आचार्यादि 'तस्योपकारं'-स्वाध्यायवृद्धिसत्त्वोपदेशादि 'अपकारं च' वीर्यसश्लेष्मचर्यादि आत्मन'चोपकारमपकार चज्ञात्वा', उपकारो ज्ञानादेरुपष्टम्भः गुरुजननियोगात् निर्जराव्यत्ययादपकारः, अथवा ग्लानाद्यपेक्षयोपकारापकारौ वाच्यौ, एवं 'कुर्याद्वैयावृत्यम्'अशनदानादि'आज्ञांकृत्वा' आगमप्रामाण्यात्'निराशंसो' विहितानुष्ठानबद्धो वेति गाथार्थः ॥ ५४० ॥
અહીં જ પ્રસંગથી વેયાવચ્ચનો વિધિ કહે છે—
પુરુષને જાણીને, પુરુષને થતા ઉપકાર-અપકારને જાણીને, પોતાને થતા ઉપકાર-અપકારને જાણીને, ભૌતિક આશંસા વિના, શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં તત્પર બનીને, જિનાજ્ઞા પ્રમાણે અશનદાનાદિરૂપ વૈયાવચ્ચ કરે.
ભાવાર્થ- પુરુષને જાણીને એટલે જેની વેયાવચ્ચ કરવાની છે તે આચાર્ય છે કે ઉપાધ્યાય? ગ્લાન છે કે અગ્લાન? બાલ છે કે વૃદ્ધ? ઈત્યાદિ જાણીને વેયાવચ્ચ કરે. આ બધું જાણ્યા વિના જેની જે રીતે વેયાવચ્ચ થવી જોઈએ તેની તે રીતે ન થાય.
ઉપકાર-અપકારને જાણીને એટલે જેની વેયાવચ્ચ કરવાની છે તેને વૈયાવચ્ચથી થતા સ્વાધ્યાયવૃદ્ધિ, જીવોને ઉપદેશ વગેરે લાભને અને વીર્યહ્રાસ, સળેખમ આદિ નુકસાનને જાણીને. વેયાવચ્ચથી યથાર્થ લાભ મેળવવા આ બધું જાણવું જરૂરી છે. જેમ લાભને જાણવાની જરૂર છે તેમ નુકશાનને પણ જાણવાની જરૂર છે. જેમ કે કોઈ વૃદ્ધ હોય, પણ પોતાનો આહાર લાવવા સમર્થ હોય, આવા વૃદ્ધને દરરોજ વેયાવચ્ચ કરનાર આહાર લાવી આપે તો ફરવાનું બંધ થવાથી જે થોડી શક્તિ હોય તેનો પણ હ્રાસ થઈ જાય, આથી આવા વૃદ્ધ પોતાની શક્તિનો હ્રાસ ન થાય એ માટે જાતે આહાર-પાણી લેવા જવું જોઈએ. આવા વૃદ્ધને વેયાવચ્ચી દરરોજ આહાર લાવી આપે તો તેની શક્તિનો હ્રાસરૂપ અપકાર થાય. એ જ રીતે જુવાન સાધુ વગેરે વિષે પણ જાણવું. અથવા એવો આહાર લાવીને આપે કે જેથી વાપરનારને સળેખમ વગેરે તકલીફ થાય.
જેમ જેની વેયાવચ્ચ કરવાની છે તેના લાભ-નુકશાનને જાણવું જોઈએ, તેમ વેયાવચ્ચ કરનારે વેયાવચ્ચેથી પોતાને શો લાભ થાય છે અને શું નુકસાન થાય છે તે પણ જાણવું જોઈએ. વેયાવચ્ચીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org