________________
૨૨૮ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
અને સુભટના પક્ષમાં શત્રુભય વગેરે કારણથી) (૩૧. =) બંનેનો અભાવ થાય તો પણ = મરણ અને શત્રુજય એ બંને ન થાય તો પણ, અર્થાત્ મરવું યા શત્રુજય કરવો એવા પરિણામનો ભંગ થાય તો પણ, (તધરાતે =) તેનો સ્વીકાર કરવાના સમયે (સાધુના પક્ષમાં સામાયિકનો સ્વીકાર કરતી વખતે અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશ કરતી વખતે) (તન્માવો =) તેનો ભાવ (સાધુના પક્ષમાં સામાયિક સ્વીકારરૂપ પરિણામ અને સુભટના પક્ષમાં જયનો અધ્યવસાય) (fો =) આવો જ હોય છે, અર્થાત્ મરવું યા વિજય પ્રાપ્ત કરવો એવો જ હોય છે. કોઈ અપવાદ સ્વીકારવાનો ભાવ હોતો નથી.
પ્રશ્ન- જેના પરિણામનો ભંગ અવશ્ય ન થવાનો હોય તેનામાં સ્વીકાર કરતી વખતે આવો ભાવ હોય એ સમજાય છે. પણ જેના પરિણામનો ભંગ અવશ્ય થવાનો છે તેનામાં પણ આવો ભાવ હોય તે સમજાતું નથી ?
ઉત્તર- (વિત્ત. ખૈયો =) વિચિત્ર ક્ષયોપશમથી આ જાણવું, અર્થાત્ ક્ષયોપશમ અનેક રીતે થતો હોવાથી આમાં તેવા પ્રકારનો કર્મક્ષયોપશમ જ કારણ છે. સાધુને સામાયિક સ્વીકારતી વખતે અને સુભટને યુદ્ધમાં પ્રવેશ કરતી વખતે કર્મનો ક્ષયોપશમ જ તેવો થાય છે કે જેથી ભવિષ્યમાં જેના પરિણામનો ભંગ થવાનો છે તેને પણ કોઈ પણ જાતના અપવાદની અપેક્ષા વિના મરવું યા વિજય પ્રાપ્ત કરવો એવો અધ્યવસાય થાય છે. જેના પરિણામનો ભંગ થવાનો છે તેને પણ જો તે વખતે (સાધુના પક્ષમાં સામાયિક સ્વીકારતી વખતે અને સુભટના પક્ષમાં યુદ્ધમાં પ્રવેશતી વખતે) આવો ભાવ થાય છે તો જેના પરિણામનો ભંગ થવાનો નથી તેને તો આવો ભાવ અવશ્ય થાય. આથી એ સિદ્ધ થયું કે ભવિષ્યમાં પરિણામનો ભંગ થવાનો હોય કે ન થવાનો હોય, પણ સામાયિક સ્વીકારતી વખતે નિરપવાદ જ સામાયિકના પરિણામ હોય છે. આથી સામાયિકમાં આગારો નથી કહ્યા. સામાયિકમાં આગારો કેમ નથી એ વિષયની ચર્ચા અહીં પૂર્ણ થાય છે. [૫૨૭]
अण्णे भांति जइणो, तिविहाहारस्स तं खलु न जुत्तं ।
સવિડ વં, મેળે હું સા ૩ ? | ૨૮ ॥
वृत्ति:- 'अन्ये भणन्ति' - दिगम्बरादयः 'यतेः' प्रव्रजितस्य ‘ત્રિવિધાહાસ્ય’ अशनादेः‘तद्’इत्वर-प्रत्याख्यानं 'खलु न युक्तं' न साधु, कुत इत्याह 'सर्वविरतेः' कारणाद्, અસ્યા ‘વં પ્રેગ્રહને'-ન્યતરત્સાન ‘થં મા' સર્વવિરતિતિ થાર્થ: ॥ ૧૨૮ ॥
દિગંબરો કહે છે કે- સાધુને તિવિહારનું પ્રત્યાખ્યાન યોગ્ય નથી. કારણ કે સાધુઓને (સન્ન. =) સર્વવિરતિ છે. જો આ પ્રમાણે તિવિહારરૂપ વિશેષ પ્રત્યાખ્યાન સ્વીકારવામાં આવે તો (જ્ન્મ સા ? =) તે સર્વવિરતિ કેમ રહે ? સર્વ આહારનું પ્રત્યાખ્યાન થાય તો સર્વવિરતિ થાય. તિવિહારના પ્રત્યાખ્યાનમાં બધા આહારનો ત્યાગ ન હોવાથી સર્વવિરતિ નથી. [૫૨૮]
૧. સાધુના પક્ષમાં ભાવશત્રુ સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org