________________
૨૬ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
ભાવાર્થ- સાધુનો સમભાવરૂપ જે નિરાશંસ પરિણામ અને સુભટનો (મરવું યા વિજય મેળવવો એ રીતે) જીવન નિરપેક્ષતારૂપ જે નિરાશંસ પરિણામ તે, અપવાદો હોવા છતાં, અન્યથારૂપ = આશંસાવાળો બની જતો નથી. કારણ કે જો નિરાશંસ પરિણામ આશંસાવાળો બની જતો હોય તો તેની શુદ્ધિ માટે સાધુ પ્રાયશ્ચિત્તના સ્વીકારરૂપ પ્રતીકાર કરે અને સુભટ શરણની શોધ વગેરે રૂપ પ્રતીકાર કરે, પણ તે બંનેમાં તેમ દેખાતું નથી, અર્થાત્ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવાને કારણે સાધુને પ્રાયશ્ચિત્ત આવતું નથી. જો આગારોથી આશંસાભાવ થઈ જતો હોય તો શાસ્ત્રમાં તે માટે (= આગારો રાખવાથી થયેલી આશંસા બદલ) પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું હોત. તથા સુભટ યુદ્ધમાં પ્રવેશ-નિર્ગમ વગેરે કરે છે, પણ શત્રુ વગેરેનું શરણ સ્વીકારતો નથી. જો સુભટમાં અપવાદોથી આશંસા (જીવવાની આશા) થતી હોય તો શત્રુ વગેરેનું શરણું લેવાની શોધ કરે, પણ તેમ છે નહિ. આથી પ્રત્યાખ્યાનમાં આગારો રાખવા છતાં સાધુના સમભાવરૂપ મૂળ ભાવને હાનિ પહોંચતી નથી એ સિદ્ધ થાય છે.
અહીં પડિયારતિસિદ્ધો એ પદ અળદારૂનો પદનું વિશેષણ છે. એટલે ગાથાનો અન્વયાર્થ આ પ્રમાણે થાય- તેનો અપવાદોમાં પણ તેવા પ્રકારનો નિરાશંસ પરિણામ નિયમા પ્રતીકારના લક્ષણથી સિદ્ધ (= જણાતો) એવો અન્યથારૂપ (આશંસારૂપ) બનતો નથી. [૫૨૪]
(પ્રસ્તુત વિષયનું જ સમર્થન કરે છે-)
(i fr =) અપવાદોનો આશ્રય લેવા છતાં (પ. =) પ્રથમ ભાવને = મૂળ ભાવને (સાધુના પક્ષમાં સમભાવને અને સુભટના પક્ષે વિજયના પરિણામને) હાનિ ( ય =) થતી જ નથી. (અવિ ય =) બલ્કે (વં વિય =) અપવાદોનો આશ્રય લેવાથી જ (વ ં સિદ્ધિ હોફ =) તેની મૂળ ભાવની અતિશય સિદ્ધિ થાય છે. (દરા =) અપવાદનો આશ્રય ન લેવામાં (વ. તુ =) સાધુનું સામાયિક અને સુભટની વિજયેચ્છા મૂઢતા તુલ્ય જ છે. કારણ કે ઉપાયથી જ તેની સિદ્ધિ થઈ શકે. આગાર સહિત પ્રત્યાખ્યાનનો સ્વીકાર સમભાવનો ઉપાય છે. યુદ્ધમાં પ્રવેશ-નિર્ગમ એટલે અપવાદોનો સ્વીકાર. પ્રવેશ-નિર્ગમ શત્રુવિજયનો ઉપાય છે. [૫૨૫]
न य सामाइअमेअं, बाहइ भेअगहणेऽवि सव्वथ । समभावपवित्तिनिवित्तिभावओ ठाणगमणं व ॥ ५२६ ॥
वृत्ति:- 'न च सामायिकमेतत्' नमस्कारसहितादि 'बाधते' अशनादि भेदग्रहणेऽपि ' સતિ, ત: ?, ‘સર્વત્રા’શના ‘સમમાવેશૈવ પ્રવૃત્તિનિવૃત્તિમાવાત્ સ્થાનનમનવત્', તથાદિस्थाननिवृत्त्या भिक्षाटनादौ गच्छतोऽपि मध्यस्थस्य न सामायिकबाधा, अन्यथा तदभावप्रसङ्गात्, सर्वत्र युगपत्प्रवृत्त्यसम्भवादिति गाथार्थः ॥ ५२६ ॥
પ્રશ્ન- પ્રત્યાખ્યાન કરનાર ચારે આહારનો ત્યાગ કરી દે તો તો બરાબર છે. પણ તિવિહાર આદિથી અમુક જ પ્રકારના આહારનો ત્યાગ કરે તો તેમાં સામાયિકનો ભંગ થાય છે. કારણ કે જેનો ત્યાગ નથી કર્યો તેમાં રાગ છે, અને જેનો ત્યાગ કર્યો છે તેમાં દ્વેષ છે. નહીં તો અમુક નો ત્યાગ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org