________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૧૮૨
'थंडिलस्स अब्भासे दिसालोअं करिति, किंनिमित्तं ?, परिसोहणत्थं, डगलगाणं च आदाणं करिति, जइ उद्धट्ठिओ गिण्हइ असामायारी, अपमज्जिए वा जइ गिण्हइ, ते पुण डगलगा दुविहा संबद्धा असंबद्धा य, संबद्धा जे भूमीए समं लग्गा, ते जइ गिण्हइ असामायारी, जा य तत्थ विराहणा, जे असम्बद्धा ते तिविहा-उक्कोसा मज्झिमा जहण्णा, उक्कोसा पहाणा मज्झिमा इट्टालादि जहण्णा लेढुगादि, उक्कोसे समे मसिणे य गिण्हइ, ताहे तिन्नि वारे आवडेइ, जो भिन्नवच्चो सो तिण्णि अण्णे दोन्नि, जो अरिसाइतो भगंदलाइतो वा सो न गिण्हइ, कह पुण गिझंति?, संडासयं पमज्जित्ता णिविट्ठो गिण्हति'त्ति, एतदेवाह-'निषद्य' 'उपविश्य डगलगग्रहणं करोति, आपतनं' तेषामेव ભૂમી, “વર્બ સાઇ' પ્રહ તેવામેતિ થાર્થ | રૂ૫૮
(હવે રસ્તામાં કેવી રીતે ચાલે એ કહે છે...)
સ્પંડિલભૂમિએ જતાં રસ્તામાં સમશ્રેણિએ ન ચાલે = આગળ-પાછળ ચાલે, ચાલવામાં ઉતાવળ ન કરે, વિકથા ન કરે, ઈર્યાસમિતિનું પાલન કરતાં કરતાં ચાલે. ત્યાં પહોંચ્યા પછી પહેલાં અનાપાત-અસંલોક એ પ્રથમ ભાંગાવાળી અંડિલભૂમિમાં જાય. તે ન મળે તો પછી બીજી ભૂમિમાં જાય, ત્યાં (સ્થડિલભૂમિએ ગયા પછી) આ સામાચારી છે- “સ્પંડિલભૂમિની નજીક દિશાવલોકન કરે. શા માટે ? કોઈ આવતું નથી ને? અથવા કોઈ જોતું નથી ને? એ જોવા માટે. પછી ડગલ (= પથ્થર વગેરેના નાના ટુકડા) લે. પથ્થરને ઊભો રહીને લે તો સામાચારીનો ભંગ થાય, અને વિરાધના થાય. કારણ કે ઊભા ઊભા ડગલ નીચે જીવો છે કે નહિ? તે બરોબર જોઈ શકાય નહિ. ડગલ સંબદ્ધ=ભૂમિમાં ચોંટેલા અને અસંબદ્ધ=ભૂમિ ઉપર પડેલા એમ બે જાતના હોય. જો સંબદ્ધ ડગલ લે તો સામાચારીનો ભંગ થાય અને વિરાધના થાય. (કારણ કે ભૂમિ સાથે લાગેલાચોંટેલા ડગલ નીચે જીવોની વધારે સંભાવના રહે.) અસંબદ્ધ ડગલ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારના હોય. જે સારા હોય તે ઉત્કૃષ્ટ, ઈટાળા વગેરે મધ્યમ અને માટીનાં ઢેફાં વગેરે જઘન્ય ડગલ જાણવા. તેમાંથી સમભાગવાળા (સપાટ) અને લીસા ઉત્કૃષ્ટ ડગલ લે. પછી તેને ત્રણવાર જમીન સાથે (ધીરેથી) અફળાવે-ઠોકે. (જેથી તેમાં કોઈ બારીક જીવો હોય તો ઉતરી જાય.) જેને ઝાડો ઢીલો થતો હોય તે ત્રણ અને બીજા બે ડગલ લે. જેને મસા કે ભગંદર થયા હોય તે ડગલ ન લે. ડગલ કેવી રીતે લે? સંડાસા પૂંજી નીચે બેસીને લે. (જેથી બાજુમાં કે નીચે જીવો બરોબર જોઈ શકાય.)”
આ જ વિગત મૂળગાથામાં ઉત્તરાર્ધમાં કહે છે- બેસીને ડગલ લે. તેને જમીન સાથે (ધીરેથી) અફળાવે. ઝાડો જેવો હોય તે પ્રમાણે ડગલ લે. (અર્થાત્ ઝાડો ઢીલો થતો હોય તો વધારે લે. કઠણ થતો હોય તો ઓછા લે.) [૩૯૮]
વિચાર દ્વાર પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org