SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१७९ ગુરુને પાણી બતાવીને ફરી પણ ગુરુને પૂછે-કહે કે, હું બહાર (ઈંડિલ) જાઉં છું. બીજા સાધુઓને પણ (પાણી આવી ગયું છે વગેરે) જણાવે અને (અંડિલ આવવા) આમંત્રણ આપે. જો કોઈ આવે તો તે પ્રમાણે પાણી લે. જો કોઈ ન આવે તો પોતાને જોઈએ તેનાથી બમણું પાણી (માત્રકમાં) લઈને એકલો પણ જાય. જતી વખતે પાત્ર અન્યને આપી દે. દંડને પૂજીને હાથમાં લઈને આવસ્સહિ કહેવાપૂર્વક જાય. જો પૂછ્યા વિના જાય કે આવસ્યતિ ન કહે તો સામાચારીનો ભંગ થાય. આ પ્રમાણે અકાલસંજ્ઞાનો વિધિ કહ્યો. જેને કાલે સંજ્ઞા થાય તે સૂત્ર-અર્થનો અભ્યાસ કરીને ત્રીજી પોરિસીમાં ઈંડિલ જાય.” અન્ય (= અન્ય ગ્રંથમાં કહેલ) સામાચારીથી સર્યું. [૩૯૩] एतदेव सूचयत्राह अइरेगगहण उग्गाहिएण आलोइअ पुच्छिउं गच्छे । एसा उ अकालंमी, अणहिंडिअ हिंडिआ काले ॥३९४ ॥ વૃત્તિ - “ગતિવિદિ' વનસ્ય “દિન' માગને “માનોવ્ય' છેઃ “પૃથ્વી' तमन्यांश्च साधून् 'गच्छेत्, एषा पुनरकाले' संज्ञा ‘अहिण्डितहिण्डितयो'स्तु, 'काल' इति कालसंज्ञाविषयविभागो निदर्शित एवेति गाथार्थः ॥ ३९४ ॥ ઉક્ત વિષયનું જ સૂચન કરે છે– ઝોળીમાં પાત્ર રાખીને એકને જોઈએ તેનાથી વધારે પાણી લેવું. પાણી લાવીને ગુરુ પાસે આલોચના કરવી. ગુરુને અને અન્ય સાધુઓને પૂછીને-કહીને અંડિલ જાય. આ અકાલસંજ્ઞા અંગે કહ્યું. ગોચરી જનારા અને ગોચરી નહિ જનારા સાધુઓને આશ્રયીને કાલસંજ્ઞાનો વિધિ (વૃદ્ધસામાચારીના વર્ણનમાં) જણાવ્યો જ છે. [૩૯૪]. उत्कृष्टकालसंज्ञामाह कप्पेऊणं पाए, एकिकस्स उ दुवे पडिग्गहिए । दाउं दो दो गच्छे, तिहट्ट दवं तु चित्तूणं ॥ ३९५ ॥ वृत्तिः- 'कल्पयित्वा' विशोध्य 'पात्राणि एकैकस्य तु' स्वसङ्घाटकप्रतिबद्धस्य 'द्वौ द्वौ प्रतिग्रहको' आत्मीयं तत्सम्बद्धं च 'दत्त्वा', समाध्यमात्रकानियमपरिभोगख्यापनपरमेतत्, 'द्वौ द्वौ गच्छतः द्रवं तु त्रयाणामर्थाय गृहीत्वा' कुरुकुचादिनिमित्तमिति गाथार्थः ॥ ३९५ ॥ ઉત્કૃષ્ટ 'કાલસંજ્ઞા કહે છે– પાત્રોને પણ કલ્પથી ધોઈને પોતપોતાના સંઘાટકને એક પોતાનું અને એક પોતાના સંઘાટકનું એમ બે પાત્રો આપીને શુદ્ધિ આદિ માટે ત્રણને જોઈએ તેટલું પાણી માત્રકમાં લઈને બે બે સાધુઓ અંડિલ જાય. ૧. ત્રીજી પોરિસીમાં પણ ભોજન પહેલાં સ્પંડિલ જાય એની અપેક્ષાએ ભોજન પછી સ્વડિલ જાય એ અધિક શ્રેષ્ઠ છે. કારણ કે મૂળવિધિ ભોજન પછી સ્પંડિલ જવાનો છે. આથી ભોજન પછી થતી સંજ્ઞા ઉત્કૃષ્ટ કાલસંજ્ઞા છે. આથી જ ત્રીજી પોરિસીમાં ભોજન પહેલાં થતી સંજ્ઞા અનુત્કૃષ્ટ કાલ સંજ્ઞા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy