________________
८० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'शुभपरिणामो' भवति, ततश्च' शुभपरिणामात् 'कर्मणः'-ज्ञानावरणीयादेः 'नियमेनोपशमादयो' भवन्ति, आदिशब्दात् क्षयक्षयोपशमादिपरिग्रहः, 'निश्चयनयसम्मतं तत' इति ततः-उपशमादेविरतिपरिणामो भवतीति गाथार्थः ॥ १७३ ॥
આ જ વિષયનું સમર્થન કરે છે
વ્યવહારથી પણ ચૈત્યવંદનાદિ વિધિ કરનારને તે વિધિથી “હું દીક્ષિત થયો છું” વગેરે શુભ પરિણામ પ્રગટે છે. તે શુભ પરિણામથી નિશ્ચયનયને સંમત જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉપશમ-ક્ષયક્ષયોપશમ વગેરે થાય છે. તેનાથી વિરતિપરિણામ થાય છે. [૧૭૩] यच्चोक्तं 'सति तस्मिन्निदं विफल' मित्यादि, तनिराकरणार्थमाह
होतेऽवि तम्मि विहलं, न खलु इमं होइ एत्थऽणुट्ठाणं ।
सेसाणुट्ठाणंपिव, आणाआराहणाए उ ॥ १७४ ॥ वृत्तिः- 'भवत्यपि तस्मिन्'-विरतिपरिणामे 'विफलं न खल्विति'-नैव 'इदं'चैत्यवन्दनादि 'भवति अत्र' प्रक्रमेऽ'नुष्ठानं', किन्तु सफलमेव, 'शेषानुष्ठानमिव'-उपधिप्रत्युपेक्षणादिवत्,कुत इत्याह-'आज्ञा-ऽऽराधनात एव'-तीर्थकरोपदेशानुपालनादेव, भगवदुपदेशश्चायमिति गाथार्थः ॥ १७४ ।।
હવે પૂર્વે (ગાથા ૧૬૭માં) “વિરતિપરિણામ હોય તો સામાયિકનું આરોપણ કરવું નિરર્થક છે.” વગેરે જે કહ્યું હતું, તેનો ઉત્તર આપે છે–
વિરતિપરિણામ થયો હોય તો પણ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનો નિષ્ફળ થતાં જ નથી, કિંતુ ઉપધિપ્રતિલેખના આદિ અન્ય અનુષ્ઠાનોની જેમ સફળ જ થાય છે. કારણ કે તેનાથી જિનાજ્ઞાનું પાલન થાય છે. અર્થાત્ જિનાજ્ઞાનું પાલન થવાના કારણે જ ચૈત્યવંદનાદિ ક્રિયા સફળ છે. ચૈત્યવંદનાદિ વિધિ પૂર્વક દીક્ષા આપવી અને લેવી એવી જિનાજ્ઞા છે. [૧૭] द्वितीयं पक्षमधिकृत्याह
असइ मुसावाओऽवि अ, ईसिपि न जायए तहा गुरुणो।
विहिकारगस्स आणाआराहणभावओ चेव ॥ १७५ ॥ वृत्तिः- 'असति' विरतिपरिणामे 'मृषावादोऽपि च ईषदपि'-मनागपि न जायते गुरो:'उक्तलक्षणस्य, किंविशिष्टस्येत्यत्राह-'विधिकारकस्य' सूत्राज्ञासम्पादकस्येति, कुत इत्याह'आज्ञाराधनभावत एव' भगवदाज्ञासम्पादनादेवेति गाथार्थः ॥ १७५ ॥
હવે (વિરતિપરિણામ ન થયો હોય એ) બીજા પક્ષને આશ્રયીને કહે છે–
વિરતિપરિણામ ન થયો હોય તો પણ વિધિકારક (=સૂત્રાજ્ઞાનું પાલન કરનાર) ગુરુને મૃષાવાદ પણ જરા પણ થતો નથી. કારણ કે તેમણે જિનાજ્ઞાનું પાલન કર્યું છે, અર્થાત્ જિનાજ્ઞાનું પાલન કરવાના કારણે જ વિધિકારકને મૃષાવાદ થતો નથી. [૧૭૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org