SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ |IITલી HI[ MUT HIGH ચરિત્ર ચારિત્ર્યનું ઘડતર કરે છે અને એવું એક ચારિત્ર્યઘડતર કરતું અને આધ્યાત્મિક ઊર્ધ્વતાની યાત્રા દર્શાવતું આ ચરિત્ર છે. આમેય જીવન અને અર્થમાં ઊર્ધ્વતાની વિકાસયાત્રા છે. અધ્યાત્મનું આરોહણ છે. આપણે જોઈએ છીએ કે એક નાનકડું બીજ વિશાળ અને વિરાટ વટવૃક્ષ બને છે. પર્વતમાંથી રૂમઝૂમગાતું નાનું ઝરણું ગતિ સાધતાં એક વિશાળ નદીનું સ્વરૂપ ધારણ કરે છે. એ જ રીતે પૂર્વજન્મનાં સંસ્કારો, બાળપણનું વાતાવરણ, યુવાનીના સંયોગો વ્યક્તિનું જીવનઘડતર કરે છે. હકીકતમાં આ સંયોગો જીવનઘડતર કરતા નથી, બલ્વે સ્વયં વ્યક્તિ સંયોગોનું ઘડતર કરે છે. માનવી એ માત્ર પ્રારબ્ધને ખોળે જીવન જીવતો નથી, બલ્ક અમુક અંશે સ્વયંનું પ્રારબ્ધ સર્જે છે. એ સંજોગોનો શિકાર બનવાને બદલે સંજોગોનો સવાર બને છે. પૂ. આત્માનંદજીના જીવન સમક્ષ એક લક્ષ્ય હતું અને એ લક્ષ્યની સિદ્ધિ માટે જીવનમાં આવતાં અનેકાનેક આકર્ષણો અને પ્રલોભનો સામે લેશ નજર પણ નાખ્યા વિના એમણે અવિરતપણે ઊર્ધ્વગતિ સાધી છે. એમની આ ઊર્ધ્વયાત્રા અત્યંત સાહજિકતાથી ગતિ કરે છે. સંસારી સદૈવ પ્રભાવ પ્રગટ કરવા મથતો હોય છે, જ્યારે સંત પોતાનો સ્વભાવ પ્રગટ કરે છે અને આત્માનંદજીના જીવનમાં એ જ સાહજિકતા દૃષ્ટિગોચર થાય છે. છેક ૧૯૭૮થી એક યા બીજા નિમિત્તે એમને મળવાનું બન્યું. પંચભાઈની પોળ, મીઠાખળી, માણેકબાગ હૉલ, શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (કોબા), સદ્ગુરુપ્રાસાદ તથા ઇંગ્લેન્ડ અને અમેરિકામાં તેઓની સાથે રહેવાનો અને તેમના સત્સંગનો યોગ થયો. આ બધાં વર્ષો પર દૃષ્ટિપાત કરતાં એમ થાય કે આ સંતને માપવાનો કોઈ માપદંડ આપણી પાસે છે ખરો ? સંતને માપવાનો માપદંડ એટલે શું ? એમની સાહજિકતા ? એમની સત્યનિષ્ઠા કે એમના હૃદયમાં રહેલો લાગણીનો ધબકાર ? ત્યારે એમ થાય કે એમને માપવાનો માપદંડ એ એમની ઊર્ધ્વ સાધનાયાત્રા છે. કપડાં ધોવાની જે રીત છે, એવી જ સાધનાની પ્રક્રિયા છે. પહેલાં કપડાં પર ધોકો મારી એને ધોવામાં આવે, એમાંથી મેલ કાઢવામાં આવે, પછી નિચોવવામાં આવે, પછી સૂકવવામાં P aroratory
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy