________________
આવે, તેવી રીતે પહેલાં આપણે સાંસારિક આકર્ષણનો ત્યાગ કરવો પડે, પછી ધીરે ધીરે કષાયોને નિચોવતાં જવું પડે અને પછી વિવેકપૂર્વક તપ-ત્યાગની ભાવનાઓથી જીવનને સૂકવવું પડે. પૂજ્ય સંતશ્રી આત્માનંદજીની સાધના જોઈએ ત્યારે એમ લાગે છે કે એમનું જીવન સંદેશરૂપ છે.
આ બાળપણમાં વૈષ્ણવધર્મના અને ભક્તિના સંસ્કારો તેમજ એ જ જિજ્ઞાસા અને એ જ નિખાલસતા. બાળપણની એ નિખાલસતા અને નિતાંત પારદર્શકતા આજે પણ જોવા મળે છે. બાળપણમાં પિતાજી ક્યારેક એમ કહે કે જીવનમાં ક્યારેક કોઈ વસ્તુ અતિશય ન હોવી જોઈએ.
અતિ સર્વત્ર વર્જયેતુ’ એમ આપણે ત્યાં કહ્યું છે, ત્યારે તેઓ પૂછતા કે “પિતાજી, આ ભક્તિ પણ અતિશય ન કરવી ?” ત્યારે પિતાજી શું જવાબ આપે ? મેડિકલમાં અભ્યાસ કરતા ત્યારે ઈ.સ. ૧૯૫૪માં ‘કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો' પુસ્તક હાથમાં આવ્યું, જેમાંથી તેઓશ્રીના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવ્યું. હૃદયમાં જે શંકાઓ અને આધ્યાત્મિક જિજ્ઞાસાઓ હતી એ બધી પરિતૃપ્ત થઈ. એ પછી બીજી એક ઘટના ‘સમાધિ શતક’ વાંચવાથી બની. આ બે ગ્રંથોએ એક મોટો સ્ફોટ સજર્યો. પરિણામે એમની અધ્યાત્મજિજ્ઞાસા પ્રબળ બની અને પરમાત્મપ્રાપ્તિનું ધ્યેય સ્પષ્ટ બન્યું. એ પછી ઈ.સ. ૧૯૫૭માં “શ્રીમદ રાજચંદ્ર ગ્રંથનો અભ્યાસ કર્યો. સંતન સાધકનો સ્વભાવ ચોકીદારનો હોય છે. એ ચોકીદારનો સ્વભાવ એટલે સમ્યફ સ્મૃતિ. જાત ઉપર સતત ચોકી રાખે એ જ સાધક થઈ શકે. ઈ.સ. ૧૯૫૭થી ૧૯૬૧ સુધીનાં વર્ષોમાં મુંબઈ અને માણસાના રહેઠાણ દરમ્યાન શાસ્ત્ર-અભ્યાસ છતાં યથાયોગ્ય સત્સંગના અભાવનો કાયમી વસવસો રહ્યા કરતો હતો.
પૂ. આત્માનંદજીની ઈ.સ. ૧૯૬૯ની બીમારી સમયે એમની સંજોગોને ઘડવાની શક્તિ જોવા મળે છે. બીમારી પરેશાની બનવાને બદલે પરમતત્ત્વની ખોજનું પગદંડી બની. એ બીમારી દરમ્યાન એમની અધ્યાત્મ-જિજ્ઞાસા અને એકાંત-સાધના વધવા માંડી અને તેના ફળ રૂપે શુદ્ધ આત્મજ્ઞાન ઉદય પામ્યું. એમણે હૉસ્પિટલનું કામ ઓછું કર્યું, પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ એમણે ઓછી કરી અને એમાંથી ક્રમશઃ મુક્તિ લઈ લીધી. આ ઘટના પાછળ કેવો પ્રચંડ પુરુષાર્થ અને દઢ નિર્ધાર હશે એની કલ્પના કરીએ. જીવનમાં આવાં ઊંચાં ચઢાણ ચઢવા માટે કેટલું બધું સંકલ્પબળ જોઈએ ! એ પછી એમના જીવનમાં આવેલાં અનેક પરિવર્તનોનો સાર આ ગ્રંથમાંથી પામીએ.
હું હંમેશાં એમ માનું છું કે સંતની સાચી કસોટી ત્યારે થાય કે જ્યારે કોઈ એમને ખાસડાં મારતું હોય; નહીં કે જ્યારે કોઈ એમને ફૂલનો હાર પહેરાવતું હોય. મારો એક અંગત પ્રસંગ છે. એક વાર મુંબઈમાં ‘અર્વાચીન જૈન જ્યોતિર્ધરો” નામના, તેઓશ્રીએ અતિ પરિશ્રમ અને